________________
મુનિશ્રી મોહનલાલજીની અદ્ભુત અંતરદશા આત્મા શાશ્વત છે, ત્રિકાળ
રહેશે મુનિશ્રી મોહનલાલજીની માંદગી
વખતે –
મુનિદેવશ્રીની રૂમમાં પરમ કૃપાળુ પ્રભુશ્રી પધાર્યા. મુનિદેવશ્રી પથારીમાં બેઠા હતા અને પ્રભુશ્રી સામે ખુરશી પર બેઠા. “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” ત્રણ ચાર વખત બોલ્યા. પછી સ્પષ્ટ અને સાઘારણ મોટા ઉચ્ચારથી બોલ્યા “આત્મા છે', ભિન્ન છે, ટંકોત્કીર્ણ છે, અસંગ છે, જડ તે જડ છે. ચેતન તે ચેતન છે. કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ, વેદની વેદનીના કાળે ક્ષય થાય છે. મોક્ષ છે. નિર્જરા જ થાય છે. આત્મા શાશ્વત છે, ત્રિકાળ જ રહેશે.
છેલ્લે સહજાત્મ સ્વરૂપ ત્રણ ચાર વખત બોલી વંદન કરવા પધાર્યા.
- પ્ર.બો.૨ (પૃ.૩૪૦) સં. ૧૯૮૮ના ભાદ્રપદ માસમાં મુનિદેવ શ્રી મોહનલાલજીને મરણાંત વ્યાધિનો ઉદય આવ્યો. પ.પૂ. પ્રભુશ્રી વખતોવખત તેમની પાસે જતા અને અપૂર્વ જાગૃતિ આવે તેવો બોઘ વરસાવતા. તેમને વેદની અત્યંત હતી છતાં બોઘના અંતર પરિણમનથી અંતરમાં શાંતિનું વદન હતું. પ.પૂ. પ્રભુશ્રીએ એક દિવસ તેમને જાગૃતિ આપીને બહાર આવીને કહ્યું કે આજે મુનિની અંતરદશા કોઈ ઓર થઈ છે. હવે જો તેમનું જીવન ટકશે તો ઘણા જીવોને તેમનાથી અભુત લાભ થાય તેમ થયું છે. ત્યાર પછી આઠ દિવસે એટલે ભાદ્રપદ સુદ ૬ના રોજ તેઓશ્રી સમાધિસ્થ થયા. -ઉ.પૃ.(૭૨)
હી)
છે
ને
?
મુનિશ્રીમોહનલાલજી
૭૩