________________
અપૂર્વ વાત્સલ્યથી પપૂ.પ્રભુશ્રીજીએ પૂ.શ્રી બ્રહ્મચારીજીને આપેલ મંત્રદીક્ષા સં.૧૯૭૭ની કાળી ચૌદશના દિવસે બાંઘણી ગામના શ્રી ગોવર્ધનદાસ કાળીદાસ પટેલના (શ્રી બ્રહ્મચારીજીના) જીવનમાં એક મંગલ ઘટના બની.
ગ્રેજ્યુએટ થઈ લગભગ દસેક વર્ષથી તેઓ ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં સ્વયંસેવક તરીકે જોડાઈ આણંદના દાદાભાઈ નવરોજી વિનયમંદિરના આચાર્યપદ સુધી પહોંચ્યા. પરંતુ એમનું જીવન આત્મલક્ષી હોઈ તેમને પોતાના આચારને આદર્શરૂપ બનાવવાની ઝંખના જાગી અને જ્યાં સુધી તે સિદ્ધ ન થાય ત્યાં સુધી આચાર્ય ગણાવું તે તેમને આત્મવંચનારૂપ લાગતું. જેથી આચાર્યપદ તેમને ખૂબ સાલતું. દીપોત્સવીની રજાઓમાં તેઓ પોતાને વતન બાંઘણી આવ્યા હતા. ત્યાં તેમના સ્નેહી શ્રી ભગવાનભાઈ દ્વારા પરમકૃપાળુદેવ તથા પ્રભુશ્રી સંબંધી જાણવા મળ્યું એટલે અગાસ આશ્રમમાં આવવાની ઉત્કંઠા જાગી. કાળી ચૌદશની વહેલી સવારે તેઓ બન્ને આશ્રમમાં આવ્યા. ત્યારે પ્રભુશ્રી રાયણ નીચે બિરાજેલા અને “મૂળ માર્ગનું પદ બોલાતું હતું.
આવા પુરુષની સેવામાં
રહેવાય તો જીવન કૃતાર્થ થાય
પ્રભુશ્રીના દર્શનથી જ તેમને અપૂર્વ અંતરશાંતિ થઈ અને સ્વાભાવિક ભાવના ઊઠી કે આવા પુરુષની સેવામાં રહેવાય તો જીવન કૃતાર્થ થઈ જાય. પ્રભુશ્રીજીએ “મૂળ માર્ગ” નું ગૂઢ રહસ્ય તેમને સમજાવ્યું. અને “ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંઘ'નો અર્થ તેમને પૂછી પોતે સ્પષ્ટ સમજાવ્યો. અને અપૂર્વ વાત્સલ્યથી તેમને મંત્રદીક્ષા આપી. એમના ગયા પછી પ્રભુશ્રીજીએ તેમની સેવામાં રહેતા એક ભાઈને જણાવ્યું કે “આવું સ્મરણ (મંત્ર) હજી સુધી અમે કોઈનેય આપ્યું નથી.” કાળી ચૌદશ જેવા સિદ્ધિ યોગદિને આવા મહાપુરુષના હાથે મંત્રદીક્ષા મળે તે કેવી અપૂર્વ ઘટના!
(
૫૮