________________
શ્રી ડાહ્યાભાઈ દેસાઈનું સમાધિમ૨ણ
નડિયાદના શ્રી ડાહ્યાભાઈ દેસાઈએ એકવાર આશ્રમમાં પ્રભુશ્રી પાસે વિનંતીપૂર્વક માગણી કરેલી કે પ્રભુ, મારી અંત વખતે સંભાળ લેજો. તેમનો અંત સમય જાણી પ્રભુશ્રી, શેઠ શ્રી જેસંગભાઈ સાથે એકાએક સવારમાં નડિયાદ શ્રી નાથાભાઈ અવિચળભાઈ દેસાઈને ત્યાં પધાર્યા. તેમને ધર્મબોધ આપી ત્યાંથી તેઓશ્રી શ્રી ડાહ્યાભાઈના ઘર તરફ ચાલ્યા. બધા મુમુક્ષુઓ પણ પાછળ પાછળ ચાલ્યા. પ્રભુશ્રી જ્યારે શ્રી ડાહ્યાભાઈને ત્યાં આવી પહોંચ્યા ત્યારે જ બધાને ખબર પડી કે આ મહાભાગ્ય મુમુક્ષુને અંતસમયે સમાધિ
મરણ સન્મુખ કરાવવા જ તેઓશ્રી એકાએક અહીં પધાર્યા છે.
જ્યારે પ્રભુશ્રી શ્રી ડાહ્યાભાઈની મરણપથારી પાસે પધાર્યા ત્યારે શ્રી ડાહ્યાભાઈ બહારથી કંઈક બેભાનવત્ જણાતા હતા. પરંતુ અંતરમાં તેમને પરમકૃપાળુદેવનું જ રટણ હતું. પ્રભુશ્રીએ પાસે આવી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’ એમ બે ત્રણ વાર મોટેથી મંત્ર સંભળાવી અમીમય વૃષ્ટિ નાખી. ત્યાં તો તે ભાનમાં આવી પથારીમાં બેઠા થઈ ગયા અને પ્રભુશ્રીને જોતાં જ આનંદમાં ઉલ્લાસમાં રોગની વેદનાને વીસરી ગયા. બે હાથ જોડી, મસ્તક નમાવી અંતસમયે દર્શન દેવા બદલ આભારની ભાવના દર્શાવી પાછા સૂઈ જઈ પ્રભુશ્રીના બોધવચનો શ્રવણ કરવામાં ઉલ્લાસથી એકાગ્રતાપૂર્વક લીન થઈ ગયા.
શ્રી ડાહ્યાભાઈને અંતિમ ઉપદેશ આપતા પ.પૂ. પ્રભુશ્રીજી
શ્રી ડાહ્યાભાઈ
ત્યાં પ્રભુશ્રીએ દેહાધ્યાસ છૂટી આત્મસ્વરૂપમાં વૃત્તિ તલ્લીન થાય તેવો સુંદર બોધ એકાદ કલાક સુધી એવી સચોટ રીતે કર્યો કે પાવન આત્મા ઉત્તરોત્તર શાંત દશા પામી આનંદ અને ઉલ્લાસસહિત અંતરમગ્ન થતો ગયો. આ પ્રમાણે તેમને અપૂર્વ જાગૃતિ આપી સમાધિમરણરૂપ અપૂર્વ આત્મશ્રેય સન્મુખ કરી તેઓશ્રી બહાર નીકળ્યા. ત્યારપછી તરત જ શ્રીડાહ્યાભાઈ સમાધિપૂર્વક દેહત્યાગ કરી ગયા. તે જ દિવસે પ્રભુશ્રી નરોડા પઘારી સંતોકબાનું પણ સમાધિમરણ કરાવ્યું.
૫૭
m