________________
પૂજા-ભક્તિ કરવા લાયક એક કૃપાળુદેવ
કેટલાક નવીન જીવો પણ ત્યાં (પૂનામાં) હતા. તેમને જોઈને પ્રસન્ન વદને પ્રભુશ્રી બોલ્યા –
“આ ભદ્રિક નવા જીવો પણ ભેગા ભેગા લાભ પામી ગયા. કોણ જાણતું હતું? ક્યાંથી આવી ચઢ્યા! ટકી રહે તો કામ કાઢી નાખે. અમે આ કહ્યું છે તે માર્ગ ખોટો હોય તો તેના અમે જામીનદાર છીએ. પણ જે કોઈ સ્વચ્છેદે વર્તશે અને “આમ નહીં, આમ કરી દ્રષ્ટિ ફેર કરશે તેના અમે જવાબદાર નથી. જવાબદારી લેવી સહેલી નથી. પણ એ માર્ગમાં ભૂલ નથી. જે કોઈ કૃપાળુદેવને માનશે તેને કંઈ નહીં તો દેવગતિ તો છે જ.”
એમ પર્યુષણમાં આઠેય દિવસ સુધી પ્રભુશ્રીએ સતત એકધારા પ્રવાહથી પ્રબળ બોઘદ્વારા મુમુક્ષુઓની શ્રદ્ધા, પકડ એક પરમ કૃપાળુદેવ ઉપર દ્રઢ કરાવવા અથાગ પરિશ્રમ લીધો અને ત્યાર પછી પણ એક એ જ શ્રદ્ધા દ્રઢ કરવા તેમણે નિરંતર ૨ જીવન પર્યત અથાગ પરિશ્રમ લીઘો. જે જીવો એ બોઘને પોતાના આત્મામાં સ્થિર કરશે તે નિકટભવી તેમની આજ્ઞાના આરાઘક થઈ ભવનો અંત કરશે, એમાં સંશય નથી. પરંતુ પોતાની મતિએ તેથી અન્યથા કરશે તો અનાદિના પરમાર્થમાર્ગના વિરાઘક તો ચાલ્યા જ આવે છે. તેમાં કોઈ મહાન ભાગ્યોદયે સાચી વાત કહેનાર જ્ઞાનીનો યોગ મળ્યો ત્યાં પણ તેમના બોઘરહસ્યને ગૌણ કરી, પોતાની મતિને પ્રઘાન કરી ચાલે તો તે જ્ઞાનીની આજ્ઞાના વિરાઘક બનતાં અનંત સંસાર વધારી દે તો જ્ઞાનીની દ્રષ્ટિમાં તે દયાપાત્ર જ ગણવા યોગ્ય છે. -ઉ.પૃ.(૬૪,૬૫)
૫૬