________________
સંતના કહેવાથી મારે કૃપાળદેવની આજ્ઞા માન્ય છે
નિષ્પક્ષપાતપણે એક આત્મહિતની ખાતર અમે એક વાત જણાવવા ઇચ્છીએ છીએ. તેમાં નથી અમારો સ્વાર્થ કે નથી કોઈને અવળો રસ્તો બતાવવો કે નથી પૂજા-સત્કાર સ્વીકારવાની વાત. બઘા સંઘની સાક્ષીએ વાત કહીએ છીએ. જે ભરી સભામાં સંઘ આગળ જૂઠું કે છેતરવાને બોલે તેનું શાસ્ત્રમાં મહા પાપ વર્ણવ્યું છે. તેવા બોબડા જન્મે છે; વાચા બંધ થઈ જાય, મૂઢ પણ થાય. અમે જે કહીએ છીએ તેના ઉપર જેને વિશ્વાસ હોય તે જ ઊભા થાય. બીજા ભલે પોતાની જગાએ રહે. પણ અમે કહીએ તેમ કરવું હોય તો ઊભા થઈ કૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ મૂકે અને કહે કે સંતના કહેવાથી મારે કપાળુદેવની આજ્ઞા માન્ય છે. -ઉ.પૂ. (૬૪)
પરમકૃપાળુદેવની આજ્ઞાસહજાત્મસ્વરૂપ પરમગુરુ' અમને તો ભલા એમ થયું કે જે વચન અમને આત્મહિતનું કારણ થયું તે વચન બીજા પણ સાંભળે, શ્રદ્ધે તો કલ્યાણ થાય. તેથી તેની આજ્ઞા સહજાત્મસ્વરૂપ પરમગુરુ” જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળુની દ્રષ્ટિએ કહી સંભળાવી.
ઝેર પીઓ છો ઝેર. મરી જશો. ન હોય એ રસ્તો પણ અણસમજણે કોઈક તો પોપટલાલને, કોઈક રણછોડભાઈને અને અમને દેહદ્રષ્ટિએ વળગી પડ્યા. ઝેર પીઓ છો ઝેર. મરી જશો. ન હોય એ રસ્તો. શાની તો જે છે તે છે. એની દ્રષ્ટિએ ઊભા રહો તો તરવાનો કંઈક આરો છે. અમને માનવા હોય તો માનો, ન માનવા હોય તો ન માનો; પણ જેમ છે તેમ કહી દેવું છે. અમે તો ઘાર્યું હતું કે હમણાં જ ચાલે છે તે છો ચાલે. વખત આવ્યે બધું ફેરવી નાખીશું. કંઈ અમને ફૂલહાર, પૂજા-સત્કાર એ ગમતાં હશે? પણ ન ગમતા ઘૂંટડા જાણીને ઉતારી જતા. હવે તો છુપાવ્યા વગર ખલ્લે કહી દઈએ છીએ કે પજભક્તિ કરવા લાયક એ પાળદેવ ઠા ભલે કાકી
જા-ભક્તિ કરવા લાયક એ કૃપાળુદેવ. હા, ભલે ઉપકારીનો ઉપકાર ન ભૂલવો. કોઈ મેળાપી મિત્રની પેઠે તેની છબી હોય તો વાંધો નથી. પણ પૂજા તો એ ચિત્રપટની થાય. ઠીક થયું, નહીં તો કૃપાળુદેવની સાથે આ દેહની મૂર્તિ પણ દેરાસર થાત ત્યારે મૂકી દેત. એવું કરવાનું નથી. બારમા ગુણઠાણા સુધી સાઘક, સાઘક અને સાઘક જ રહેવાનું કહ્યું છે. આડુઅવળું જોયું તો મરી ગયા જાણજો. હવે એકે એકે અહીં આવી કૃપાળુદેવના ચિત્રપટની પાટ ઉપર હાથ મૂકી, “સંતના કહેવાથી કૃપાળુદેવની આજ્ઞા માટે માન્ય છે.” એમ જેની ઇચ્છા હોય તે કહી જાય.
પછી બધા વારાફરતી ઊઠી ચિત્રપટ આગળ પ્રભુશ્રીના કહ્યા પ્રમાણે કહીને પ્રભુશ્રીને નમસ્કાર કરી પાછા બેઠા. -ઉ.પૃ. (૧૫)
૫૫