________________
અનંત સંસાર ૨ઝળવાનું કારણ સ્વચ્છેદ
સં.૧૯૮૦ના પયુર્ષણમાં પૂનામાં શ્રી માણેકજી શેઠના મકાનમાં કેટલાક ભાઈઓએ શ્રી મોહનભાઈને (પ્રભુશ્રીના પુત્રને)
બોલાવી પ્રભુશ્રીની ગેરહાજરીમાં તેમની ગાદી પર બેસવાનું કહ્યું પણ તેમણે ના પાડી. એટલે તેમણે તેમને પરાણે ખેંચીને બેસાડ્યા અને મંગલાચરણ કરી ભક્તિ કરી. તે વાત પ્રભુશ્રીએ જાણી એટલે બીજે દિવસે તેમનો પુણ્યપ્રકોપ પ્રકાશી ઊઠ્યો :
આ તે શું કહેવાય? શું સ્વામીનારાયણની ગોડે સંસારીને ગાદી ઉપર બેસાડી તેને સંન્યાસી નમે એવો માર્ગ ચલાવવો છે? માર્ગ આવો હશે? અનંત સંસાર રઝળવાનું કારણ આવું ક્યાંથી સૂઝયું? તમારામાંથી પણ કોઈ ન બોલ્યું? એ ગાદી ઉપર પગ કેમ મેલાય? અમે પણ નમસ્કાર કરીને એની આશાએ બેસીએ, ત્યાં આમ સ્વચ્છેદ કરીને આમ કરવું ઘટે?..તેને પરાણે દાબીને બેસાડ્યો એમાં એનો શો વાંક? પણ કોઈને ના સૂઝયું કે આમ તે થાય?”
શરીર સાથેની સગાઈ નહીં પણ સમકિત સાથેની સગાઈ બીજે દિવસે સ્તવનમાં જ્યારે– “થન્ય તે નગરી, ઘન્ય વેળા ઘડી, માતપિતા કુલવંશ જિનેસર.” એમ ગવાયું ત્યારે ફરીથી તે પ્રસંગને લક્ષીને કહ્યું :
“એમાં શો મર્મ કહ્યો છે? લૌકિક વાતમાં એ કડી સમજવાની છે કે અલૌકિક રીતે? કુલવંશ અને એ સગાઈ બધી તે શું આ શરીરની? એમ તો આખો સંસાર કરી જ રહ્યો છે. એ તો સમકિત સાથેની સગાઈની વાત; અને સમકિતથી પ્રગટેલા ગુણ તે વંશ. જુઓ, પેઢી ખોળી કાઢી! પ્રભુ, એ તો એનું યોગબળ છે, તે એ જગાનો દેવ જાગશે ત્યારે થશે....
જ્ઞાન તો અપૂર્વ વસ્તુ છે અમે તો અજ્ઞાતપણે (છૂપા) જડભરત પેઠે વિચરતા હતા. તેમાં આણે (રણછોડભાઈએ) પેણું ફોડ્યું (પ્રસિદ્ધિમાં આપ્યા) એવા કાળમાં કંઈક એની સેવાભક્તિને લીધે સંતની આંતરડી ઠરી. તેની દુવાને લીધે આ જે કંઈ છે તે પણ આ કાળમાં જીરવવું મુશ્કેલ છે...
જ્ઞાન તો અપૂર્વ વસ્તુ છે. (પરમકૃપાળુદેવના ચિત્રપટ તરફ આંગળી કરી) એને શરણે અમે તો બેઠા છીએ... -ઉ.પૃ. (૬૪)
૫૪