________________
સહજ સ્વરૂપની પ્રાપ્તિનું સર્વસ્વકારણ પરમકૃપાળુદેવ શ્રી લઘુરાજ સ્વામીની છત્રછાયા નીચે આ આશ્રમની ઉત્પત્તિ થઈ તેથી ભક્તજનોએ શરૂઆતમાં આશ્રમનું નામ “શ્રીમદ્ લઘુરાજ સ્વામી આશ્રમ' રાખ્યું. પરંતુ પોતાનું નામ, સ્થાપના કે ચિત્રપટ સરખું પણ ન રાખવાની ઇચ્છાવાળા કેવળ નિઃસ્પૃહ અને પરમ ગુરુભક્ત મહર્ષિ શ્રી લઘુરાજ સ્વામીએ એમ સૂચવ્યું કે પોતાના સહજસ્વરૂપની પ્રાપ્તિનું સર્વસ્વ કારણ તે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ છે. તે સર્વના કલ્યાણના કારણ છે. માટે તેમના પ્રત્યુપકાર સ્વરૂપે આ આશ્રમનું નામ “શ્રી સનાતન જૈનધર્મ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ' રાખવું. તેથી તેમની ઇચ્છાનુસાર આ આશ્રમનું નામ રાખવામાં આવ્યું. આ આશ્રમ ઘીમે ઘીમે વઘતાં વઘતાં આજે એક નાના ગોકુળિયા ગામ સમાન બની ગયું. સર્વને આત્મદ્રષ્ટિએ જોવાથી પડેલ ઉપનામ “પ્રભુશ્રી'
નાના, મોટા, રંક, રાજા, સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, યુવાન, સારા, ખોટાં આદિ પર્યાયવૃષ્ટિથી નહીં જોતા શ્રી લઘુરાજ સ્વામી એક આત્મવૃષ્ટિથી સર્વમાં પ્રભુરૂપે રહેલ આત્મા જોતા અને સર્વને પ્રભુ કહીને સંબોધતા. તેમનામાં આત્મઐશ્વર્યરૂપ પ્રભુતા પણ અદ્ભુત રીતે પ્રકાશી હોવાથી સૌ કોઈ તેમને “પ્રભુશ્રી' કહીને સંબોઘવા લાગ્યા.
સં.૧૯૭૬નું ચોમાસું પ્રભુશ્રીએ સનાવટ કર્યું અને સં.૧૯૭૭, ૧૯૭૮ અને ૧૯૭૯ના ત્રણેય ચોમાસાં આશ્રમમાં કર્યા. સંવત ૧૯૮૦માં સમેતશિખરની યાત્રાર્થે જઈ પાછા ફરતાં તે વર્ષનું ચોમાસું શ્રી માણેકજી શેઠના આમંત્રણથી પૂનામાં કર્યું.
પ.પૂ.પ્રભુશ્રીનું માહાભ્ય દર્શાવનાર શ્રી રણછોડભાઈ
પ્રભુશ્રીના પરમપ્રેમી, તનમનધનથી સર્વ પ્રકારે સેવા કરનાર તથા આશ્રમની સ્થાપનામાં મુખ્ય કાર્યકર્તા એવા નારના શ્રી રણછોડભાઈનો પુરુષાર્થ પ્રબળ હતો. સંતકૃપાથી તેમનો ક્ષયોપશમ સમજાવવાની શક્તિ તથા પ્રભાવ એવા અજબ હતા કે સૌ કોઈ તેમના વચનોથી આકર્ષાઈ મુગ્ધ બની જઈ પ્રભુશ્રીના ચરણો પ્રત્યે ઢળી પડતા. તેથી પોત પોતાના કુળ સંપ્રદાયને છોડી સાચા માર્ગે વળગ્યા તો ખરા પણ શ્રી રણછોડભાઈને પણ પ્રભુશ્રી જેવા જ ઉપકારી જ્ઞાની માની તેમનો પણ જ્ઞાની જેવો જ વિનય કરવા લાગ્યા.
શ્રી રણછોડભાઈ
૫૩