________________
સ્વચ્છંદ અને પ્રતિબંધ ટાળી સ્વરૂપ ભજવાની તીવ્ર પીપાસા
જ્ઞાનીપુરુષોની પ્રેરણાશક્તિ અતિ ગહન રીતે કામ કરે છે. એમની વાણી એવી પ્રબળ હોય છે કે તે સત્પાત્ર વ્યક્તિના જીવનને એકાદ શબ્દ કે વાક્યથી પલટાવી નાખે છે. તે પ્રમાણે શ્રી બ્રહ્મચારીજીને ‘ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ' સંબંધી પ્રભુશ્રીજીએ જે ઉપદેશ કરેલો તેની એમના ઉપર એવી તો છાપ પડી કે ત્યારથી એમને સ્વજનાદિના પ્રતિબંધને ટાળી પ્રભુશ્રીજીની સેવામાં રહી તેમની આજ્ઞામાં જીવન ગાળવાની તીવ્ર ભાવના જાગી. તે માટે તેમણે પોતાના મોટાભાઈને જે પત્ર લખ્યો છે તેમાં આજ્ઞાની તીવ્ર પિપાસા કેવી જાગેલી અને પ્રતિબંધને ટાળવાની કેવી અદમ્ય ઇચ્છા તેમને અંતરમાં વર્તતી હતી તે નીચેનાં અવતરણો ઉપરથી જણાઈ આવે છે ઃ—
હું ઘ૨બા૨ છોડી અણગાર થવા ઈચ્છું છું
“હું..... પરમાર્થની શોધમાં અને તેને પ્રાપ્ત કરવાના પ્રયત્ન માટે જીવું છું. તેને માટે સર્વસ્વ અર્પણ કરીને પણ સંપૂર્ણ ઉન્નતિ સાઘી શકાય તે માટે તૈયાર થવા મારું ચિત્ત તલપાપડ થઈ રહ્યું છે....કુટુંબને સદાને માટે છોડીને આખી દુનિયાને કુટુંબ ગણી મારા પ્રારબ્ધ ઉપર આધાર રાખીને આ ભવમાં બાકી રહેલા વર્ષો પરમકૃપાળુદેવનાં ચરણકમળમાં અર્પણ કરવા તત્પર થયો છું.....
બ્રહ્મચર્ય વ્રત લઈ આદરેલ સતત પુરુષાર્થ
પછી તો તેમના મોટા ભાઈની
સંમતિ મળતાં પ્રભુશ્રીની આજ્ઞા મેળવી તે
સોસાયટીમાંથી મુક્ત થઈ સં.૧૯૮૧માં
પ્રભુશ્રીની સેવામાં જોડાયા. પ્રભુશ્રીએ તેમને
બ્રહ્મચર્ય વ્રત આપ્યું. પ્રભુશ્રીની સેવામાં
નિરંતર રહી તેમની સંનિધિમાં સૂત્રશાસ્ત્રોનું અધ્યયન, મનન અને તેમના બોધનું ઝીલન, આજ્ઞાધીન વર્તન એ તેમનાં શ્વાસોશ્વાસ બની ગયાં. પ્રભુશ્રીની સૂચનાનુસાર મુમુક્ષુઓના પત્રોના જવાબ, તથા નવીન મુમુક્ષુઓને નિત્યનિયમ તથા સ્મરણાદિ પ્રભુશ્રીની આજ્ઞાથી આપતા. તે ઉપરાંત વાર્તાલાપોની, ઉપદેશની નોંધો,
入
Ah
અગત્યનાં પુસ્તકોમાંથી નોંધો, ભાષાંતર,
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા જેવા પુસ્તકોનું સર્જન ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં સતત ઉલ્લાસ અને ખંતથી તેમણે અવિરત પરિશ્રમથી સેવા આદરી. -ઉ.પૃ. (૬૮)
સત્ના રંગથી લીધેલ આજીવન બ્રહ્મચર્યવ્રત
અનેક કુમારિકાઓને સત્નો એવો અદ્ભુત રંગ લાગ્યો કે તેમણે આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. તેમ જ અનેક યુવાન દંપતીઓએ પણ ભોગથી અનાસક્ત થઈ બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી સત્ સાધનામાં જીવન-અર્પણતા સ્વીકારી. એમ અનેકાનેક બ્રહ્મવ્રત વિભૂષિત થયાં.
બ્રહ્મચારી ભાઈ બહેનો આદિથી જીવંત રહેલ સત્સંગધામ
હવે આશ્રમમાં જીવન અર્પણ કરનાર બ્રહ્મચારીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી. તેવી જ રીતે બ્રહ્મચારિણી બહેનો માટે પણ આશ્રમમાં અલગ નિવાસસ્થાનની વ્યવસ્થા થઈ. તેમ જ ભાવિક જિજ્ઞાસુઓ વ્રતનિયમ ધારણ કરી આશ્રમમાં કાયમ રહેવા લાગ્યા. કોઈ કોઈ ગૃહસ્થ છતાં વિરક્ત મુમુક્ષુઓ પણ વ્રતનિયમ ઘારણ કરી આશ્રમમાં સહકુટુંબ રહેવા લાગ્યા. એ રીતે પચાસ-સો માણસ કાયમ રહેવા લાગ્યાં અને સત્સાઘના-તત્પર બન્યાં. તેથી આશ્રમ સત્સંગ અને ભક્તિનું જીવંત ધામ બની ગયું.
૫૯