________________
રાત દહાડો ભક્તિ
૮૯ ૮
. )
.
ત્યાંથી વડવે આવી નિત્યક્રિયાથી પરવારી પાછા પૂજાભક્તિમાં બઘા જોડાઈ જતા. દિવસે પણ ઊંઘવાનો અવસર મળતો નહીં. આમ અખંડ ૧૯ દિવસ સુઘી આંખ મીંચ્યા વિના શ્રી લલ્લુજી સ્વામીએ રાત-દિવસ ભક્તિમાં ગાળ્યા.એ ભક્તિના અપૂર્વ વેગના ઉદયે અનેક આત્માઓમાં ભક્તિરંગ દ્રઢ થયો.” - ઉ.પ્ર.(૪૪).