________________
યત્નાનુ વિશેષ કારણ હોવાથી મોરપીંછીનું કરેલ ગ્રહણ
મેહતાણા મંદિર શ્રી રત્નરાજ સ્વામીને શ્રી લલ્લુજીસ્વામીના સમાગમમાં, સેવામાં રહેવા યોગ્ય છે એમ લાગવાથી તેમની સાથે સં.૧૯૬૬નું ચોમાસું પાલીતાણામાં સર્વે મુનિઓ સાથે ગાળવાનું નક્કી કર્યું. પાલીતાણા જતાં પહેલા શ્રી રત્નરાજ સ્વામી આદિ મુનિઓએ મેહતાણા તીર્થમાં સ્થાનકવાસી વેષ બદલી નાખી ઓઘાને બદલે મોરપીંછી રાખી અને મુહપત્તી મુખે બાંઘવી બંઘ કરી. મોરપીંછી ઓછી ઉપાથી અને વિશેષ યત્નાનું કારણ હોવાથી સર્વ મુનિઓએ ગ્રહણ કરી. -ઉ.પૃ.(૪૧)
પાલિતાણા તળેટીના મંદિરો
૩૬