________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ હંમેશાં સાથે
સં.૧૯૬૧માં ‘પરમવ્રુત્ત પ્રભાવક મંડળ' તરફથી ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ છપાઈને બહાર પડ્યો. તે શ્રી લલ્લુજી સ્વામીને મળતા ઘણો આનંદ થયો હતો. તે પરમકૃપાળુદેવના વચનામૃતોનો સંગ્રહ તેઓ હંમેશાં સાથે રાખતા.
R
શ્રીમદ્ રાજચંદ્ર
શ્રી રત્નરાજ સ્વામીને શ્રીમદ્ લઘુરાજ સ્વામીના સમાગમની ભાવના
સં.૧૯૫૭માં શ્રી રત્નરાજ નામે એક સાધુ પુરુષને શ્રીમદ્ રાજચંદ્ર કોઈ આત્મજ્ઞાની પુરુષ છે એમ સાંભળવાથી તેમની કૃપાથી આત્મજ્ઞાન પામવાની અભિલાષા હતી. પણ તેમણે ફરી સાંભળ્યું કે તેમનો તો દેહ છૂટી ગયો છે. ફરી ૧૯૬૨માં એક મુમુક્ષુ પાસે સાંભળ્યું કે ખેરાળુમાં ચોમાસું કરતા શ્રી લલ્લુજી સ્વામી તે ચોથા આરાના મુનિ સમાન અલૌકિક, દર્શનીય, માનનીય, પૂજનીય, મંગલમૂર્તિ છે તથા તે શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયી છે. તેમની એવી વિસ્તારથી પ્રશંસાપૂર્વકની વાત સાંભળી શ્રી રત્નરાજ સ્વામીને પણ ચમત્કૃતિ લાગી અને ચાતુર્માસ પુરુ થયા પછી તેમનો સમાગમ કરવાની ભાવના જાગૃત થઈ.
૩૫
કીંમા, રાજ, આમળા
બન્ને પક્ષનું નિષ્પક્ષપાતી બોધથી થયેલું સમાધાન
ખેરાળુમાં ઘણા વખતથી શ્વેતાંબર અને સ્થાનકવાસી વચ્ચે ખટપટ થયા કરતી. તે શ્રી લલ્લુજી સ્વામીના નિષ્પક્ષપાતી બોથી મટી જઈ બન્ને પક્ષો સ્વામીવાત્સલ્ય ભેગા મળી કરતા થયા. અને લણણી પણ બન્ને સાથે લેતા થયા હતા.
નીચું જોયા વગ૨ હિમ્મત કરીને ચઢી જા
ખેરાળુમાં ચાતુર્માસ પૂરું કરી શ્રી લલ્લુજી અને શ્રી મોહનલાલજી તારંગા તીર્થ તરફ વિહાર કરવા લાગ્યા. રસ્તામાં ઘણઘારમાં ધુંધલીમલ્લનો મોંખરો નામે એક પહાડ આવે છે, તેને ગુરુનો ભોંખરો પણ કહે છે. ડુંગરા ઉપર એક પથ્થરની મોટી શિલા ચોટીની પેઠે ઊંચી વધેલી છે. તેની ઉપર બીજી કોઈ રીતે ચઢી શકાય તેવું નહીં હોવાથી વાંસ ઉપર વાંસ બાંઘી એક લાંબી નિસરણી કરેલી હતી. નિસરણીનાં પગથિયાં કોઈ કોઈ તૂટેલાં, વાંસ પણ ફાટી ગયેલા અને ઊંચાઈ જોઈ ગભરાઈ જવાય તેવું હોવા છતાં શ્રી લલ્લુજી તો ઘીરજથી સાચવીને ઉપર ચઢી ગયા. ઉપર સપાટ જમીન અને ઠંડો પવન હોવાથી બે ઘડી ભક્તિ થશે ઘારી શ્રી મોહનલાલજીને ઉપર બોલાવ્યા; પણ તેમની હિંમ્મત ચાલે નહીં. પરંતુ ઉપરથી હિંમ્મત આપતાં શ્રી લલ્લુએ કહ્યું : “ઉપર આવ્યા પછી બહુ આનંદ આવશે. ભાંગી જાય તેવા વાંસ નથી. નીચું જોયા વગર હિંમ્મત કરીને ચઢી જા.’” એટલે ધ્રુજતે પગે તે પણ ચઢી ગયા. અને ઉપર આવ્યા કે તેમને પકડીને ઉપર ખેંચી લીધા. શ્રી મોહનલાલજી તો ઉપર પહોંચ્યા ત્યારે નિરાંત વળી. ત્યાં બેસી બે ઘડી ભક્તિ કરી. બધે ફરીને જોઈ લીધું. એક પથ્થર પાસે ઘજા બાંધેલી હતી, અને તેને ગુરુનું સ્થાન માની ભીલ લોકો પૂજે છે. ત્યાં એક ગુફા છે. કોઈ કોઈ દિવસે વર્ષમા ત્યાં મેળો ભરાય છે. –ઉ.પૃ. (૩૯)