________________
પાલનપુ૨માં પીતાંબ૨દાસનો ક્રોધાવેશ
પીતાંબરદાસને થયેલ પશ્ચાત્તાપવડે માંગેલ માફી
રાત્રે પીતાંબરદાસભાઈને વિચાર આવ્યો કે “આજે મેં મુનિઓને કઠોર વચન કહ્યાં છતાં કોઈ કાંઈ બોલ્યા નહીં, તેમણે તો ઊલટી ક્ષમા ધારણ કરી. શાસ્ત્રમાં નમિરાજર્ષિના ઇન્દ્રે વખાણ કર્યાં છે, ‘હે મહાયશસ્વી, મોટું આશ્ચર્ય છે કે તેં ક્રોધને જીત્યો, તેં અહંકારનો પરાજય કર્યો!’ આ શાસ્ત્ર-વચન મેં પ્રત્યક્ષ આજે સત્યરૂપે જોયાં. ક્રોધને જીતનાર ક્ષમામૂર્તિ આ જ છે. હું ક્રોધથી ધમધમ્યો અને કુવચનો વરસાવ્યાં; પરંતુ એમનું રોમ પણ ફરક્યું નહીં. તો મારે પ્રભાતે તેમની માફી માગવી ઘટે છે.’’ એમ વિચારી સવારે મુનિવરો પાસે આવી ભક્તિપૂર્વક નમસ્કાર કરી તેમની સ્તુતિ કરી માફી માગી.
ત્યાંથી વિહાર કરતા કરતા મુનિવરો પાલનપુર પધાર્યા. ત્યાંના સ્થાનકવાસી સંઘમાં અગ્રેસર પીતાંબરદાસ મહેતા ગણાય છે. તે તેમને મળ્યા અને વાતચીત થતાં બધા મુનિઓ પંચતીર્થી યાત્રા કરીને આવે છે એમ સાંભળ્યું એટલે એમને થયું કે આમની શ્રદ્ધા ફરી ગઈ લાગે છે. સ્થાનકવાસી તો પ્રતિમાને માને નહીં, દેરાસરોમાં જાય નહીં. તેથી તેમને ઠપકો દેવાના હેતુથી બોલ્યા, તીર્થ તો સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચાર જ છે; પાંચમું તીર્થ ક્યાંથી લાવ્યા? આમ મુનિઓ બધે ફરે તો શ્રાવકોની શ્રદ્ધા ધર્મ ઉપર ક્યાંથી રહે ? મુનિએ ભગવાનના વચનની વિરુદ્ધ વર્તે તો મુનિપણું ક્યાં રહ્યું ?’’ વગેરે આવેશમાં આવીને તે ઘણું બોલ્યા, પણ મુનિવરો શાંત રહ્યા.
કોઈ ન ૨હી શકે એવી ગુફામાં ત્રણ રાત્રિ નિવાસ
જુનાગઢમાં ઉપર એક ગુફામાં કોઈ રહી શકતું નહીં. એક મુનિ રહેલા. તે પણ ગભરાઈને માંદા પડી ગુજરી ગયા. બીજા મુમુક્ષુઓ ના પાડતા છતાં શ્રી લલ્લુજી મુનિ, શ્રી મોહનલાલજી મુનિ સાથે તે ગુફામાં રહ્યા. રાત્રે બન્ને ભક્તિ કરવા લાગ્યા. ત્યારે જાણે ઉપર શિલાઓ ગબડતી હોય, વીજળીના કડાકા થતા હોય એવા ભયંકર અવાજો થવા લાગ્યા. થોડીવારમાં શાંતિ પ્રસરી ગઈ. પછી બન્નેએ પ્રશ્નોત્તરમાં સમય ગાળ્યો. તેમજ પાછલી રાતનો વખત શ્રી લલ્લુજી મુનિએ ઘ્યાનમાં અને શ્રી મોહનલાલજી મુનિએ સ્મરણમંત્રની માળા ગણવામાં ગાળ્યો. સવારે બહાર તપાસ કરતાં કાંઈ જણાયું નહીં. બીજી તથા ત્રીજી રાત્રિ પણ એ પ્રકારે ગાળી. પણ પ્રથમ રાત્રિ જેવો ઉત્પાત થયો નહીં.
૩૩