________________
અમે સ૨કા૨ી માણસ નથી પણ સંત સાધુ છીએ
એક દિવસ જંગલમાં બહુ દૂર ચાલી નીકળ્યા. તેવામાં સો-બસો ભીલો તેમની આજુબાજુ દૂર દૂર હથિયારો તીરકામઠાં સજ્જ કરી તેમને ઘેરી ઊભા રહ્યા. બધા કેમ તેમને ઘેરીને ઊભા છે તે તેમના સમજવામાં આવ્યું નહીં. તેથી તે નિર્ભયપણે તેમની પાસે ગયા અને પૂછ્યું, “ભાઈ, કેમ બધા એકઠા થયા છો ?'' એક જણે કહ્યું, “તમે સરકારી માણસ છો અને લડાઈમાં ભરતી કરવા અમને પકડવા આવ્યા છો; તેથી તમને અમારે પકડી લેવા છે.’’ તેમણે પાસેના ગામનું નામ તથા જેને ત્યાં ઉતારો હતો તે વાણિયાનું નામ જણાવીને કહ્યું, “અમે તો સંત સાધુ છીએ. તમારે ખાતરી કરવી હોય તો અમારી સાથે ચાલો. અમે તો ભગવાનની ભક્તિ અર્થે જંગલમાં આવીએ છીએ, આજે જરા દૂર આવવું થયું. તમને અમારા તરફથી ભય પામવાનું કારણ નથી. અમે સરકારી માણસ નથી.'' આ સરળ ખુલાસાથી બધા સમજી ગયા અને વેરાઈ ગયા.
ક૨માળાના લોકો બહુ ભાવિક
પછી લાંબા લાંબા વિહાર કરી દક્ષિણમાં કરમાળા ગામ છે ત્યાં ગયા અને સંવત્ ૧૯૫૮નું ચોમાસું પણ ત્યાં કર્યું. તે દેશમાં જે ગુજરાતી અને મારવાડી લોકો હતા તે તેમના સમાગમમાં આવતા. અને તેમને ધર્મની વાત નિષ્પક્ષપાતપણે કરતા તે બહુ રુચિ ગઈ. પાછળથી પોતે ઘણી વખત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસમાં તે પ્રદેશની વાત કરતા અને કહેતા કે ત્યાંના લોકો બહુ ભાવિક અને ઉત્સાહી હતા અને ત્યાં વધારે વખત વિચરવાનું બન્યું હોત તો શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ બની આવ્યું છે તેવું જ ત્યાં બની જાત. - ઉ.પૂ.(૨૯)
૨૭