________________
પત્રના દર્શનથી જાણે સાક્ષાત્ સત્પુરુષના દર્શન
સત્પુરુષના વચન તે અમૃત સમાન
ઘીમે ઘીમે અમૃતના ઘૂંટડા ભરે તેમ બધો પત્ર સહર્ષ વાંચી, ફરી વાંચતા, વળી ફરી ફરી વાંચી વિચારતા; સત્પુરુષના પરમ ઉપકારને, તેની નિષ્કારણ કરુણાને હૃદયમાં ખડી કરી અત્યંત ભક્તિભાવે તે પત્રના આશયને હૃદયમાં ઉતારતા. અમને સમજાય નહીં પણ કોઈ ગન વાત લખી છે, આ પત્રથી આત્માનું અપૂર્વ હિત કરવા કરુણા કરી છે, તેને ગ્રહણ કરી આત્મહિત કરવાનો અપૂર્વ સુપ્રસંગ પ્રાપ્ત થાઓ એવી ભાવના કરતા.’’
જોધામૃત ભાગ ૩ પૂ. ૨૫૦
૨૬
પ. ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી કહેતા કે પરમકૃપાળુદેવે વિયોગમાં રાખીને અમારા ભાવની શુદ્ધિ કરાવી ફળ પકડ્યું છે. અંતરંગમાં ભાવના એટલી બધી કે નિરંતર સત્સંગમાં રહીએ; તેમ ન બને તો પત્ર દ્વારા બોધથી દ૨૨ોજ ઉલ્લાસ વધારતા રહે તેવી ભાવના, પ્રબળ ખેંચાણ રહેતી; છતાં ઘણા કાગળો જાય ત્યારે કોઈક દિવસે ઉત્તર મળતો. પણ જે દિવસે પત્ર આવે તે દિવસે જાણે સોનાનો સૂર્ય ઊગ્યો તેમ લાગતું. પત્ર વાંચ્યા પહેલાં તો પત્રના દર્શનથી જાણે સાક્ષાત્ સત્પુરુષના દર્શન થયાં એમ લાગતું, સંઘાડામાં બીજા વિરોધી સાધુઓ હોવાથી કોઈ બીજાના શિરનામે પત્ર મંગાવવો પડતો. તે પત્ર મળે એટલે તુર્ત તો વંચાય નહીં. પાછો તેવો અનુકૂળ વખત મળે કે જંગલમાં સ્વાધ્યાય વગેરે અર્થે જાય ત્યારે નમસ્કાર આદિ વિનય કરી ઉલ્લાસભેર પત્ર ઉઘાડી મોતીના દાણા જેવા પરમકૃપાળુદેવના સ્વહસ્તાક્ષરો જોઈ રોમાંચ થઈ આવતો.