________________
અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં
બીજે દિવસે મુનિ શ્રી લલ્લુજી અને શ્રી દેવકરણને આગાખાનને બંગલે બોલાવી શ્રીમદ્જીએ પોતાની દશા વિષે વાત કરી : “હવે એક વીતરાગતા સિવાય અમને બીજું કંઈ વેદન નથી. અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં.”
શ્રી લલ્લુજી અને શ્રી દેવકરણજીને તેવી જ શ્રદ્ધા હતી પણ શ્રીમુખે તે દશા સાંભળી પરમ ઉલ્લાસ થયો, અને જતાં પહેલાં આપણને પોતાનું હૃદય ખોલી વાત કરી દીધી એમ બન્નેના હૃદયમાં થવાથી પરમ સંતોષ થયો.
શ્રીમદ્ભુ અમદાવાદથી વઢવાણ કૅમ્પમાં પધાર્યા. ત્યાં કેટલોક કાળ રહી રાજકોટ પઘાર્યા. અને સં. ૧૯૫૭ના ચૈત્ર વદ પાંચમને મંગળવારે શ્રીમદ્જીનો દેહોત્સર્ગ થયો. ૧.૨૫)
આત્મજ્ઞાન આપનાર સદ્ગુરુનો વિયોગ અસહ્ય
“શ્રીમદ્ના દેહાંતના સમાચાર કાવિઠા આવ્યા તે વખતે શ્રી લલ્લુજી મહારાજ વગેરે કાવિઠામાં હતા. આગલે દિવસે તેમને ઉપવાસ હતો. અને એકાંત જંગલમાં તેમને રહેવાનો અભ્યાસ હતો. તે પારણા વખતે ગામમાં આવ્યા ત્યારે મુમુક્ષુઓ અંદર અંદર
વાતો કરતા હતા; તે વિષે તેમણે તપાસ કરતાં શ્રીમના દેહાંતના સમાચાર મળ્યા કે તુરત પાછા જંગલમાં તે ચાલી નીકળ્યા અને આહારપાણી કંઈ પણ વાપર્યા વિના એકાંત જંગલમાં જ તે વિયોગની વેળા વિતાવી. તેમને ઘણો જ આઘાત લાગ્યો હતો. જેને આત્મદાનનો લાભ મળ્યો છે. તેને તે ઉપકાર સમજાયાથી સદ્ગુરુનો વિયોગ અસહ્ય થઈ પડે છે.'' (જ.પૂ.૨૬૯, ૨૭૦)
શ્રીમદ્જીની હયાતીમાં તેમના દર્શન સમાગમ માટે તે જ્યાં હોય ત્યાં શ્રી લલ્લુજી સ્વામી જવાની ભાવના રાખતા અને શ્રીમજી મુંબઈ કે કાઠિયાવાડ તરફ જતા હોય તો પણ દર્શન સમાગમનો લાભ ચૂક્તા નહીં.
એકાંત માટે પહાડો અને જંગલો પ્રિય
પરંતુ હવે તેવું બળવાન કારણ રહ્યું નહીં અને પોતાને પછાડો અને જંગલો પ્રિય હોવાથી એકાંત આત્મસાધન વિશેષ થશે એમ ધારી ધર્મપુરના જંગલો વટાવી દક્ષિણ દેશ તરફ તેમણે વિહાર કર્યો હતો. સાધુઓમાંથી સાથે માત્ર એક મોનલાલજીને રાખ્યા હતા. તે જ્યાં જાય ત્યાં ઉપાશ્રયમાં કોઈ આવે તેની સાથે ધર્મની વાત કરતા અને પોતે તો ઘણો વખત જંગલોમાં ગાળતા, આહાર વખતે આવતા. – વિહાર કરતાં મુનિઓ
ધ્યાન કરતાં પ.પૂ પ્રભુશ્રી →
૨૫