________________
હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ
વડ નીચે શ્રીમદ્જી બિરાજ્યા. તેમની સામે છયે મુનિઓ નમસ્કાર કરીને બેઠા. શ્રીમદ્જીના પગના તળિયાં લાલચોળ થઈ ગયાં પણ પગ પર હાથ સુધ્ધાં ફેરવ્યો નહીં. શ્રી દેવકરણજી સામું જોઈ તે બોલ્યા, “હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ. કોઈના પરિચયમાં આવવું ગમતું નથી એવી સંયમશ્રેણિમાં આત્મા રહેવા ઇચ્છે છે.” શ્રી દેવકરણજીએ પ્રશ્ન કર્યો, “તો અનંતી દયા જ્ઞાની પુરુષની છે તે ક્યાં જશે?” શ્રીમદ્જીએ જવાબ આપ્યો : “અંતે એ પણ મૂકવાની છે.”-ઉ.પૃ.(૨૩)
- સં.૧૯૫૬માં શ્રી લલ્લુજી આદિને પત્રથી સમાચાર મળ્યા કે શ્રીમદુજી અમદાવાદ પઘાર્યા છે. તેમજ દેવકરણજીને પણ સમાચાર મળેલા તેથી બધા મુનિઓ વિહાર કરીને અમદાવાદ આવ્યા.
જ્ઞાનાર્ણવ' તથા ‘કાર્તિકેયાનુપ્રેક્ષાગ્રંથો વાંચી વિચારવા બધા મુનિઓ જ્યારે શ્રીમદ્જીના દર્શન કરવા આગાખાનને બંગલે ગયા ત્યારે શ્રીમદ્ જીએ વાતચીતના પ્રસંગમાં જણાવ્યું, “મુનિઓ આ જીવે
સ્ત્રી પુત્રાદિના ભાર વહ્યા છે, પણ સન્મુરુષોની કે ઘર્માત્માની સેવાભક્તિ પ્રમાદ- રહિત ઉઠાવી નથી.” એમ કહી લક્ષ્મીચંદજી મુનિને આજ્ઞા કરી કે “આ “જ્ઞાનાર્ણવ' ગ્રંથ જ્યાં સુધી દેવકરણજી પરિપૂર્ણ વાંચી ન રહે ત્યાં સુધી વિહારમાં તમારે ઊંચકવો.” પછી મુનિ દેવકરણજીને “શાનાર્ણવ વાંચવાની પ્રેરણા કરી તે “જ્ઞાનાર્ણવ' ગ્રંથ તેમને વહોરાવ્યો.
“કાર્તિકેયાનુપ્રેક્ષા' નામનો ગ્રંથ શ્રી લલ્લુજીને વહોરાવ્યો. અને તે પરિપૂર્ણ વાંચવા, સ્વાધ્યાય કરવા જણાવ્યું તથા શ્રી મોહનલાલજીને તે ગ્રંથ ઊંચકવાનું ફરમાવ્યું.
શ્રીમદ્જીએ શ્રી લલ્લુજીને કહ્યું, “મુનિ, કાર્તિકેયાનુપ્રેક્ષા” ના કર્તા કુમાર બ્રહ્મચારી છે. તેમણે
કાર્તિકેયાનુપ્રેક્ષાગ્રંથ
જ્ઞાનાર્ણવ ગ્રંથ આ ગ્રંથમાં અપૂર્વ વૈરાગ્યનું જે નિરૂપણ કર્યું છે તેવી અંતરદશા અને તેની ઉત્કૃષ્ટ ભાવના તે મહાત્માની વર્તતી હતી. નિવૃત્તિ સ્થળે બહુ વિચારશો.” શ્રી દેવકરણજી સ્વામીને પણ કહ્યું “તમારે પણ આ ગ્રંથ અત્યંત વાંચવો, વિચારવો. બન્ને અરસપરસ ગ્રંથ બદલી લઈ વાંચજો, વિચારજો.” શ્રી દેવકરણજીએ શ્રીમદ્જીને પૂછ્યું : “આપનું શરીર આવું એકદમ કૃશ કેમ થઈ ગયું?' શ્રીમદ્જીએ ઉત્તર આપ્યો, “અમે શરીરની સામે પડ્યા છીએ.” -ઉ.પૃ.(૨૪)
giારમાં પણ છે કારણ
૨૪