________________
શ્રી દેવકરણજી મુનિની અજબ સમતા સં.૧૯૫૮માં શ્રી દેવકરણજી આદિ ચરોતરમાં વિચરતા હતા. તે અરસામાં શ્રી દેવકરણજીને પગે કાંટો વાગ્યો. તેથી પગ પાક્યો અને હાડકું સડવા માંડ્યું તેથી ડોળીમાં બેસાડી અમદાવાદ આણ્યા. મુમુક્ષુ વર્ગે તેમની બહુ સેવા કરી. ક્લોરોફોર્મ સુંધ્યા વિના સાતવાર ફરી ફરી ઓપરેશન કરવા પડ્યાં. પણ ક્લોરોફોર્મ ન લીઘો તે ન લીઘો. તેઓ બેભાન રહેવા માંગતા ન હતા. આખરે એ ચોમાસામાં દેવકરણજીનો દેહ અમદાવાદમાં પડ્યો.
શ્રી લક્ષ્મીચંદજી આદિ મુનિઓ શ્રી દેવકરણજી સાથે અમદાવાદ ચોમાસું રહેલા. તેમને આશ્વાસનનો પત્ર શ્રી લલ્લજી સ્વામીએ કરમાળાથી લખ્યો હતો, તેમાં જણાવે છે :
“તેને આત્મસ્વરૂપનો લક્ષ લેવાની ઇચ્છા હતી, તે ગુરુગમથી મળી હતી....તે શુદ્ધ આત્મા આત્મપરિણામી થઈ વર્તતા. તેવા આત્મા પ્રત્યે નમસ્કાર હો! નમસ્કાર હો!
શ્રી દેવકરણજીનો સમાગમ સંચમને સહાયકારક
....મુનિવરોને તે મુનિશ્રીનો સમાગમ સંયમને સાજકાર (સહાયકારક) હતો – વૈરાગ્ય, ત્યાગનો વધારો થવામાં કારણભૂત હતો. અમને પણ તે કારણથી ખેદ રહે છે. તે ખેદ હવે કર્તવ્ય નથી. અમારે અને તમારે એક સગુરુનો આધાર છે તે શરણ છે....સર્વ ભૂલી જવા જેવું છે...નાશવંત છે તે વહેલે મોડે મૂકવા જેવું છે....પરભાવ ભૂલી જવાય તેમ કર્તવ્ય છે....પાંચમા સુમતિનાથના સ્તવનમાં બાજ (બાહ્ય), અંતરાત્મા અને પરમાત્માના સ્વરૂપની સાન કરી આપી છે તે યાદ લાવી સગુરુના સ્વરૂપમાં ચિત્તવૃત્તિને જોડશો....ગૌતમ સ્વામીએ પણ મહાવીર ઉપરથી રાગ ઉતાર્યો હતો. એક સદગુરુના સ્વરૂપમાં ચિત્ત જોડશો....મંત્ર
આપેલ છે તે બહુ વાર યાદ કરશો. કોઈ વાતે મુંઝાવા જેવું નથી, મુંઝાશો નહીં.”
- શ્રી દેવકરણજીના વ્યાખ્યાનની અસર છ છ માસ સુધી શ્રી દેવકરણજીનો સ્વભાવ સિંહ જેવો શૂરવીર હતો. કાળે કાંટાથી ટકોરો માર્યો કે મરણિયા થઈ
મૃત્યુવેદનાનો પડકાર તેમણે ઝીલી લીધો. તેમના વ્યાખ્યાનની સચોટતા એવી તો ખુમારીભરી હતી કે એક શ્રી દેવકરણજી
વખત પણ તેમના વ્યાખ્યાનને સાંભળનાર છ છ માસ સુઘી બોઘ ભૂલે નહીં. શ્રીમ તેમને પ્રમોદભાવે ‘દેવકીર્ણ નામથી સંબોધતા. -ઉ.પૃ.(૩૦)
ત્રીસ વર્ષથી ચાલતા અણબનાવનું સમાધાન સંવત ૧૯૫૮માં શ્રી લલ્લુજી મુનિનું
દિગંબર પ્રતિમા
2 સ્થાનકવાસી શ્વેતાંબર પ્રતિમા
ઉપાશ્રય ચોમાસું કરમાળા હતું. ત્યાં શ્રી અંબાલાલભાઈનું જવું થયું હતું. ત્યાં શ્વેતાંબર, સ્થાનકવાસી અને દિગંબર ત્રણેય જૈન પક્ષોમાં ત્રીસ વર્ષથી ચાલ્યા આવતા અણબનાવ અને વિરોઘનું સમાધાન શ્રી લલ્લુજી મુનિની સહાયતાથી સંપ જળવાય તેમ કર્યું હતું.
TWITT
ર૮