________________
દિગંબર જિનબિંબો તથા પરમકૃપાળુદેવના પંચધાતુની
ખડગાસનવાળી પ્રતિમાની પ્રતિષ્ઠા સં.૧૯૮૮ ના માહ સુદી ૧૦ના દિવસે આશ્રમમાં નીચે પ્રમાણે શ્રી જિનબિંબોની પ્રતિષ્ઠા કરવામાં આવેલ. (૧) શ્રી ચંદ્રપ્રભુ પટણાથી પ્રાપ્ત થયેલ દિગંબર પ્રતિમાજી. (૨) શાંતિનાથપ્રભુ બુરાનપુરથી પ્રાપ્ત થયેલ દિગંબર પ્રતિમાજી. (૩) પરમકૃપાળુ ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્રની પંચધાતુની કાઉસગ્ગ મુદ્રાની મૂર્તિ ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે તેના ઉપર પ્રતિષ્ઠા કરવામાં આવી.
શ્રી ચંદ્રપ્રભુ ભગવાન
શ્રી શાંતિનાથ ભગવાન
પ્રક્ષાલનું પાણી
પ્રતિષ્ઠાને દિવસે સવારે વિધિ થયા બાદ ભગવાનના પ્રક્ષાલનું પાણી રાખી મૂકેલું. જેની સાંજે ઘારા આખા આશ્રમના ચોફેર આપવાની હતી. તેની પૂજારીને ખબર નહીં. તેથી રોજિંદા મુજબ પ્રક્ષાલનું પાણી તેણે ઢોળવા માંડ્યું. ત્યારે પ.પૂ. પ્રભુશ્રીજીએ જ્ઞાનબળે જાણી એક મુમુક્ષુને બોલાવી કહ્યું : જાઓ, પૂજારી પ્રક્ષાલનું પાણી ઢોળી નાખે છે. તેથી તેમણે તરત જઈ તેને રોક્યો.
નવીન પ્રતિષ્ઠા નિમિત્તે ભોંયરામાં દેવોનું આગમન
શંકર ભગત રોજ ચાર વાગે ભક્તિનો ઘંટ વગાડતા. અને સભામંડપના ચોકમાં સૂઈ રહેતા. તેઓ ભોંયરાનાં પ્રતિમાજીની પ્રતિષ્ઠાના ચાર પાંચ દિવસ પછી રાત્રે ૧૨ વાગ્યે જાગ્યા તો ભોંયરામાં અભુત સંગીત વાગતું સાંભળ્યું. ત્યાં જોવા ગયા તો ઉપર સભામંડપમાં વાગતું હોય તેમ સંભળાય. ઉપર જાય તો નીચે ભોંયરામાં સંભળાય. આમ ઉપરથી નીચે ત્રણ ચાર વાર ચઢ ઊતર કરી જોયું પણ કંઈ દેખાયું નહીં. સવારે પ્રભુશ્રીજીને પૂછ્યું ત્યારે તેઓશ્રીએ ખુલાસો કર્યો કે એ તો દેવો નવી પ્રતિષ્ઠા થઈ હોય ત્યાં દર્શન કરવા આવે.
કાવિઠાના હીરાફોઈ સભામંડપની પાછળની ચાલીમાં રહેતા. તેમણે પણ કહેલું કે એક વખત હું રાતના જાગી કે સભામંડપમાં ભક્તિનાં અવાજ આવે તેથી હું ત્યાં ગઈ પણ કાંઈ દેખાયું નહીં.
શ્રી મણિબેન ભાઈલાલભાઈ જણાવે છે કે – મારા સાસુ લાલાબા સભામંડપની પાછળની ઓરડીમાં રહેતા હતા. તેમણે પ્રભુશ્રીજી પાસે જઈ કહ્યું - બાપા! ભોંયરામાં રાત્રે જાણે ભક્તિ ચાલતી હોય એવો અવાજ સંભળાય છે અને જોવા જઉં તો બંઘ થઈ જાય. વળી પાછો સંભળાય. એમ કેમ? પ્રભુશ્રી કહે - પ્રતિષ્ઠા થઈ તેથી દેવો ભક્તિ કરવા આવે.
શ્રીમદ્ રાજચંદ્રની પંચઘાતુની મૂર્તિ
શ્રીમદ્ રાજચંદ્રની પંચધાતુની મૂર્તિ માટે બનેલ દેરી
પરમ પૂજ્ય મુનિશ્રી લઘુરાજ સ્વામીશ્રીની સન્મુખ વિક્રતુવર પંડિત બ્રહ્મચારી શીતલપ્રસાદજી દ્વારા આ ત્રણે પ્રતિષ્ઠા મહામંગળ ઉત્સવ પૂર્વક કરવામાં આવેલ છે. જેમાં આશરે દશેક હજાર ભાઈ બહેનોએ બહુ ભક્તિભાવ પૂર્વક ભાગ લીધો હતો.
જ્યારે આશ્રમનો મુખ્ય દરવાજો – ‘ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો” બનાવવાનો હતો ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ કહેલું કે અંબાડી સહિત હાથી જઈ શકે એવો દરવાજો બનાવજો. તેથી તેવો વિશાળ દરવાજો બનાવવામાં આવેલ.
૨૫૪