________________
સભામંડપનો મુખ્ય ચિત્રપટ પેરિસમાં બનાવેલ
શ્રી જ્ઞાનચંદ્ર નાહટાજીના પુત્રી શ્રી સીતાબેને જણાવેલ વિગત :—
ચાલુ સભામંડપમાં પરમકૃપાળુદેવના કાઉસગ્ગ મુદ્રાનો ચિત્રપટ બનાવવા માટે પ્રભુશ્રીએ હીરાભાઈ ઝવેરીને આજ્ઞા કરી. તેમણે પેરિસ જઈ તે બનાવ્યો. તે બનાવીને પેરિસથી પાછા હિંદુસ્તાન આવતા સમુદ્રમાં તોફાન આવ્યું. સ્ટીમર ડોલાયમાન થવા લાગી. બધાને કમ્મરે પટ્ટા બાંધવાનું એલાન થયું. ત્યારે હીરાભાઈના મનમાં એમ થયું કે બીજું ગમે તે થાય પણ મારા ભગવાનના ચિત્રપટને કંઈ ન થવું જોઈએ. તેથી ચિત્રપટને ઊંચે લઈ હાથમાં પકડી રાખી અંતઃકરણમાં ઉલ્લાસપૂર્વક ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’ મંત્ર બોલવા લાગ્યા. થોડીવારમાં બધો ખળભળાટ શમી ગયો. અને શાંતિ પ્રસરી ગઈ.
૫૨મકૃપાળુદેવના ચિત્રપટની સભામંડપમાં પ્રતિષ્ઠા
તે પરમકૃપાળુદેવના કદ પ્રમાણ કાઉસગ્ગ મુદ્રાના ચિત્રપટની સંવત્ ૧૯૮૪માં સભામંડપમાં પ્રતિષ્ઠા કરવામાં આવી.
૨૫૩