________________
સો સુદી ૧૫ના
જ કે
શ્રી દિગંબર-શ્વેતાંબગુરુમંદિર-સભામંડપમાં પ્રતિષ્ઠાઓ કયા વર્ષમાં?
અગાસ આશ્રમના જિનમંદિર નીચે ભોંયરામાં સં. ૧૯૮૨ માં આસો સુદી ૧૫ના રોજ શ્રીમદ્ રાજચંદ્રના પાદુકાજીની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. તથા સં.૧૯૮૪માં જેઠ વદ પના રોજ દિગંબર મંદિરમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુ તથા શ્યામવર્ણના શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રતિમાજી અને શ્વેતાંબર મંદિરમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુ, શ્રી શીતલનાથ પ્રભુના ૨ પ્રતિમાજી તથા ૧ સુવિધિનાથ પ્રભુ અને શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમાજી તેમજ ભૂમિગૃહમાં શ્રીમદજીના પ્રતિમાજી તથા બાજામાં ૐકારજીની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.
શ્રી શ્વેતાંબર મંદિરનો રંગમંડપ પ્રતિમાના દર્શનથી
સમ્યકુદર્શન -
ભૂમિગૃહમાં પરમકૃપાળુદેવના પ્રતિમાજીની પ્રતિષ્ઠા વખતે પ્રભુશ્રીજીને ઉમળકો આવવાથી પ્રતિમાજીને ભેટ્યા. પછી પાછળ ખસી સ્વમુખે બોલ્યા કે અંજનશલાકા થઈ, કોઈ પૂર્વનો આરાઘક સંસ્કારી હશે તેને આ પ્રતિમાજીના દર્શનથી સમ્યક્દર્શન થશે.
શ્રી જિનમંદિરની પ્રતિષ્ઠા કરાવવા બાડમેરથી શ્રી નેમિચંદજી યતિને બોલાવ્યા હતા.
૨૫૨