________________
શચિંટુપ્રભ ભગવાહ
YO)
એ તો ઓલીયા પુરુષ પરમકૃપાળુદેવના ભોંયરામાં જે પ્રતિમાજી છે તે મુંબઈથી ખુલ્લી રેલ્વેની બોગીમાં આવ્યા હતા.
પ્રતિમાજીને ચારે બાજાથી લાકડાથી જડી દીધેલા.
1 સાથે એક મુસલમાન તે પ્રતિમાજીની સંભાળ રાખવા સાથે આવેલ. તે ઊંચો, જાડો અને શરીરે પુષ્ટ હતો. આશ્રમમાંથી મોટો વરઘોડો કાઢી પ્રભુશ્રીજી સાથે ઘણા મુમુક્ષુઓ વાજા વગેરે સહિત ઉલ્લાસપૂર્વક સ્ટેશન ઉપર પ્રતિમાજીને લેવા આવેલા. તે વખતે પ્રભુશ્રીજીને જોઈ તે મુસલમાન કહે-એ તો ઓલીયા પુરુષ હૈ. તેને પ્રભુશ્રીજી ઉપર ઘણો પૂજ્યભાવ થયો હતો. એક મહિનો અહીં રોકાયો હતો. અને મંત્ર વગેરે આજ્ઞા પણ લીધી હતી.
ભલે એ પ્રતિમાજી લઈ જાઓ.
મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુ ભગવાન શ્વેતાંબરજિનાલયની પાંચ પ્રતિમાઓ
શ્રી શીતલનાથ ભગવાન
શ્રી ઋષભદેવ ભગવાન
શ્રી ચંદ્રપ્રભુ ભગવાન
શ્રી પાર્શ્વનાથ ભગવાન અગાસ આશ્રમના જિનમંદિરના ઉપરના ભાગમાં દિગંબર મંદિરમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમાજી અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ મૂર્તિ નવ ફેણવાળા નાગની છે તે પ્રતિમાજી ક્યાંથી અને કેવી રીતે આવ્યા તેની વિગત આ પ્રમાણે છે :
પ્રભુશ્રીજી પટણા પધારેલા ત્યારે તેમની સાથે મોતીભાઈ ભગત હતા અને બીજા ચાર પાંચ જણા પણ સાથે હતા. શ્રીમતી બહેન રાજબીબીના દેરાસરમાં આ પ્રતિમાજી હતા. તેને પૂ.પ્રભુશ્રીજીએ આશ્રમ માટે પસંદ કરી. ત્યારે પ્રથમ તેઓએ ના પાડી કે બીજી જે જોઈએ તે પ્રતિમાઓ લઈ જાઓ પણ આ નહીં. પછી પૂ.પ્રભુશ્રીજી પટણામાં ત્રણ ચાર દિવસ રોકાયા. ત્યારબાદ તેઓએ રાજી થઈને કહ્યું કે ભલે એ પ્રતિમાજીને તમે લઈ જાઓ.
અગાસ આશ્રમના શ્વેતાંબર જિનાલયમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજીની પ્રતિમાજી કચ્છના શેઠ શ્રી જેઠાભાઈ નરસી કેશવજીએ પાલીતાણાની મૂળ ટુંકમાંથી આપેલ છે.
- તથા એક આદિશ્વર ભગવાનના પ્રતિમાજી, એક સુવિધિનાથ પ્રભુના પ્રતિમાજી, તેમજ બે શ્રી શીતલનાથ પ્રભુના પ્રતિમાજી શેઠ નરસી નાથા ચેરીટી ફંડ તરફથી, પાલીતાણાની તળેટીની ઘર્મશાળામાંથી આપેલ છે.
શ્રી શીતલનાથ ભગવાન
શ્રી સુવિધિનાથ ભગવાન
૨૫૧