________________
સદગુરુ ઉપદેશનો સાર સર્વોપરી ઉપદેશમાં એમ આવ્યા કરે છે કે શરીર કુશ કરી, માંહેનું તત્ત્વ શોઘી, કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ; વિષય-કષાયરૂપ ચોરને અંદરથી બહાર કાઢી, બાળી-જાળી ફૂંકી મૂકી તેનું સ્નાનસૂતક કરી, દહાડો પવાડો કરી શાંત થાઓ, છૂટી જાઓ, શમાઈ જાઓ; શાંતિ, શાંતિ, શાંતિ થાઓ; વહેલા વહેલા તાકીદ કરો; જ્ઞાની સદ્ગુરુનાં ઉપદેશેલાં વચનો સાંભળીને એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે, એક પણ સદ્ગુરુ વચનનું પૂર્ણ પ્રેમથી આરાઘન કરે તો તે આરાઘના એ જ મોક્ષ છે, મોક્ષ બતાવે છે.”
ચાતુર્માસ પૂરો થતાં સર્વ સાતે મુનિઓ નડિયાદ એકત્ર થયા. ત્યાં આશરે દોઢ-માસ સુધી અલ્પ આહાર, અલ્પ નિદ્રા વગેરે નિયમોનું પાલન કરી ઘણોખરો કાળ પુસ્તક-વાચન, મનન, ભક્તિ, ધ્યાનાદિમાં ગાળતા. ખેડા તેમજ વસોમાં શ્રીમદ્જીનો સમાગમ-બોધે થયેલ તેનું વિવેચન સ્મરણ કરી પરસ્પર વિનિમય (આપ લે) કરતા. - ઉ.પૃ.(૧૩)
શ્રીમદ્ મુંબઈથી ઈડર નિવૃત્તિ અર્થે પઘાર્યા છે એમ જાણી શ્રી લલ્લુજીએ ઈડર તરફ વિહાર કર્યો.
ઈડરમાં સમાગમ
શ્રીમદજીએ દૂરથી મુનિશ્રીને જોઈને તેમની સેવામાં રહેલા ભાઈ ઠાકરશીને કહ્યું કે તેમને વનમાં લઈ જા. પાછળ પોતે પણ ત્યાં ગયા. એક આંબાના ઝાડ નીચે મુનિશ્રીને પોતે બોલાવી ગયા અને પૂછીને જાણી લીધું કે ત્રણ મુનિઓ પહેલા આવી પહોંચ્યા છે અને
ચાર પાછળ આવે છે. તે જાણી શ્રીમદ્ સહજ ખિજાઈને બોલ્યા, “તમે શા માટે પાછળ પડ્યા છો? હવે શું છે? તમને જે સમજવાનું હતું તે જણાવ્યું છે. તમે હવે કાલે વિહાર કરી ચાલ્યા જાઓ. દેવકરણજીને અમે ખબર આપીએ છીએ તેથી તે આ સ્થળે નહીં આવતા બીજા સ્થાને વિહાર કરી પાછા જશે. અમે અહીં ગુપ્ત રીતે રહીએ છીએ; કોઈના પરિચયમાં અમે આવવા ઇચ્છતા નથી; અપ્રસિદ્ધ રહીએ છીએ. ડૉકટરના તરફ આહાર લેવા નહીં આવતા; બીજા સ્થાનેથી લેજો. કાલે વિહાર કરી જવું.”
શ્રી લલ્લુજીએ વિનંતી કરી : “આપની આશા પ્રમાણે ચાલ્યા જઈશું. પરંતુ મોહનલાલજી અને નરસિંહરખને અહીં આપનાં દર્શન થયાં નથી. માટે આપ આજ્ઞા કરો તો એક દિવસ રોકાઈ, પછી વિહાર કરીએ.”
શ્રીમદે જણાવ્યું, “ભલે તેમ કરજો.”
૧૯