________________
વચનામૃત મળવાથી પરમશાંતિ. શ્રીમદે લખેલ આત્યંતર નોંધપોથીમાંથી વગેરે અમુક ભાગ
નોd 1 ( 3) શ્રી લલ્લુજીને ઉતારી આપવા માટે શ્રી અંબાલાલભાઈને આજ્ઞા મીન -૨, એવા નીએ લઇ જઇ કરી તથા મુનિશ્રી લલ્લુજીને તેનું ધ્યાન કરવા આજ્ઞા કરી. ઘણી ૧ળ ઉપર
ન જ કે આ તીવ્ર પીપાસા પછી પ્રાપ્ત થયેલ આ સાથનથી શ્રી લલ્લુજીને પરમ | મ ણી વિચારેવાં પડે છે. શાંતિ પ્રાપ્ત થઈ હતી.
ના છે. જેને નિ ૮.
આત્મદ્રષ્ટિ આત્મજ્ઞાન)નો ઉદભવ
શ્રીમદ્ રાજચંદ્ર આત્યંતર નોંધપોથી – શ્રીમદ્જીના હસ્તાક્ષરમાં
છેલ્લે દિવસે શ્રી લલ્લુજીને એકાંતમાં શ્રીમદ્જીએ એક કલાક બોધ આપ્યો અને દૃષ્ટિરાગ પલટાવી આત્મદ્રષ્ટિ કરાવી. શ્રી લલ્લુજીને તે આશય સમજાયો ત્યારે શ્રીમદ્જી બોલતા અટકી ગયા. પાંચસો પાંચસો ગાઉ પર્યટન કરતા
છતાં જ્ઞાની મળશે નહીં વસોમાં એક માસ પૂર્ણ થયો તે દિવસે શ્રીમદે શ્રી લલ્લુજીને કહ્યું, “કેમ મુનિ, તમારી માગણી પૂરી થઈ? એક માસની તમારી માગણી પ્રમાણે રહ્યા.” શ્રી લલ્લુજીને મનમાં લાગ્યું કે વિશેષ માગણી કરી હોત તો સારું. પછી સર્વ મુનિઓને જાગૃતિનો ઉપદેશ આપતાં શ્રીમદે જણાવ્યું, “હે મુનિઓ!અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં પ્રમાદ કરો છો. પણ જ્ઞાની પુરુષ નહીં હોય ત્યારે પશ્ચાત્તાપ પામશો. પાંચસો પાંચસો ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીનો સમાગમ થશે નહીં.”
શ્રીમદ્ વસોથી ઉત્તરસંડા વનક્ષેત્રે એક માસ રહી ખેડા પધાર્યા અને શ્રી દેવકરણજી મુનિને ત્રેવીસ દિવસ સમાગમ કરાવ્યો. તેનું વર્ણન કરતાં શ્રી લલ્લુજીને એક પત્રમાં શ્રી દેવકરણજી લખે છે :
- પરમકૃપાળુદેવના સમાગમનું ફળ
“ઉત્તરાધ્યયન'ના બત્રીસમા અધ્યયનનો બોઘ થતાં અસગુરુની ભ્રાંતિ ગઈ, સદ્ગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ. અત્યંત નિશ્ચય થયો, રોમાંચ ઉલ્લસ્યાં; સત્પરુષની પ્રતીતિનો દ્રઢ નિશ્ચય રોમ રોમ ઊતરી ગયો. આજ્ઞાવશ વૃત્તિ થઈ...
આપે કહ્યું તેમ જ થયું ફળ પાક્યું, રસ ચાખ્યો, શાંત થયા. આજ્ઞાવડીએ હમેશાં શાંત રહીશું. એવી વૃત્તિ ચાલે છે કે જાણે સપુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમ કૃપાળુદેવે પૂર્ણ કૃપા કરી છે....
અમે એક આહારનો વખત એળે ગુમાવીએ છીએ; બાકી તો સદ્ગુરુસેવામાં કાળ વ્યતીત થાય છે, એટલે બસ છે. તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દીસે છે....