________________
કોઈ કુહાડાથી વાઢે કે કોઈ ચંદન ચોપડે, બેય પ્રત્યે સમભાવ
“ગામ-જમણવાર માટે શ્રી ફૂલચંદભાઈએ આગેવાન પંચોની રજા માંગી છતાં તેઓએ ના પાડી. પ.પૂ.પ્રભુશ્રીજીએ શ્રી ફૂલચંદભાઈને ફરી વાર અંતરથી આગેવાનોને કહેવા જણાવ્યું. છતાં તેઓ સમજ્યા નહીં; અને રજા આપી નહીં.’’
“આ વાત શ્રી ફુલચંદભાઈએ પ્રભુશ્રીજીને જણાવી. તેના ઉત્તરમાં ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ પોતાના ગળે હાથ મૂકીને કહ્યું : ‘બિચારા અંતરાયથી બહુ બંધાઈ ગયા.' એકવાર આગેવાનોને બોલાવી લાવવા જણાવ્યું.”
‘અમારે તો પ્રભુ, બધું સમ છે’
“તા.૨૧-૪-૩૫ ના રોજ આગેવાનોમાંથી ત્રણ આવ્યા; બે ન આવ્યા. પ.પૂ.પ્રભુશ્રીજીએ અનંત કરુણા કરી ધર્મબોધ કર્યો. તે સાંભળી તેઓના ભાવ પલટાઈ ગયા. ત્રણેય આગેવાનો ઘણા જ નરમ પડી ગયા અને તે બધાએ પ.પૂ.પ્રભુશ્રીજીને રોકાવાની વિનંતી કરી. ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે કોઈ સમકિત પામે તેવું હોય તો રોકાઈએ. અમારે કંઈ છોકરા રડતાં નથી. “અમારે તો પ્રભુ, બધુ સમ છે. કોઈ કુહાડાથી વાઢે કે ચંદન ચોપડે તેના ઉપર એક જ ભાવ છે.’’
આમ પ્રભુશ્રીજીએ પોતાની અદ્ભુત, અસંગી, અંતરંગ આત્મદશા આહોર ક્ષેત્રે પ્રગટ કરી હતી.
ગુરુ વગર જ્ઞાન નહીં, જ્ઞાન વગર મોક્ષ નહીં
“બપોરે પ.પૂ.પ્રભુશ્રીજી ભક્તિમાં પધાર્યા હતા. ઘણી જ ભીડ હતી. આહોરમાં ઠાકો૨ના કારભારીએ સવાલ પૂછેલો કે મોક્ષ કેમ મળે? પ્રભુશ્રીજીએ કહ્યું : આત્મા અરૂપી છે. તેની ઓળખાણ કરવી જોઈએ. માહિત થવું જોઈએ. ભણ્યા પછી વાંચતા આવડે છે. તેમ ભેદી મળવો જોઈએ. પછી જ સમજણ આવે.’ (પ.પૂ.પ્રભુશ્રીજીના બોધની હસ્તલિખિત નોટમાંથી)
૨૩૮