________________
વિદાય વેળાએ આખા ગામને ત્રણ પાઠની આજ્ઞા “તે જ દિવસે પ્રભુશ્રીજી આહોરથી આબુ પઘાર્યા હતા.”
ભાવદયાસાગર ૫.પૂ.પ્રભુશ્રીજીએ, આહોરથી વિદાય થતા પોતાનો હાથ ઊંચો કરી પીંછી વડે ગામને ઉદઘોષણા સાથે નિર્દેશ કર્યો કે - “આખા ગામને ત્રણ પાઠની આશા છે.” એટલે ગામની જે વ્યક્તિને આત્મકલ્યાણ અર્થે ત્રણ પાઠ (વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ) કરવાની ભાવના હોય તેને અમારી આશા છે.
“આણાએ થો આણાએ તવો- આચારાંગ સૂત્ર, “આજ્ઞા એ જ ઘર્મ અને આજ્ઞા એ જ તપ છે' જ્ઞાનીપુરુષની આજ્ઞા વગર અનંત ભવોમાં અનંતવાર ઘર્મ માટે જીવે સાઘન કર્યા પણ તે નિષ્ફળ ગયા. તે સાઘન હવે સફળ થવા પ્રભુશ્રીજીએ અનંત કરુણા કરી અનાયાસે આખા ગામને ત્રણ પાઠની આજ્ઞા આપી; તે પણ આ ગામના લોકોનું અહોભાગ્ય સૂચવે છે.
આ જ નાજુક
૨૩૯