________________
પ.પૂ.પ્રભુશ્રીજીની ઘેર ઘેર પધરામણી વખતે, તેઓશ્રીના પગલાં ધૂળમાં ન પડે તે માટે રસ્તામાં પાથ૨વામાં આવતા કાપડ
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના પત્રોમાંથી ઉદ્ધૃત :—
આબુ માઉન્ટ તા.૨૫-૫-૧૯૩૫
અહીં આવ્યા ત્યારે ઠંડી ઘણી હતી. તેવામાં આહો૨ના મુમુક્ષુભાઈઓ દર્શનાર્થે આવેલા તેમના આગ્રહથી આહોર મુકામે તેઓશ્રીનું પધારવું થયું હતું. ત્યાં દશેક દિવસ રોકાવું બન્યું હતું. છસો જૈનોના ઘરવાળા એ શહેરમાં પરમકૃપાળુદેવનું કોઈ અલૌકિક યોગબળ પ્રવર્તેલુ છે. લોકોને એમ થઈ ગયું કે અમારા ગામમાં સાક્ષાત્ ભગવાન પથાર્યાં છે. આખા ગામનાં ભાઈ-બહેનો દર્શન સમાગમ અર્થે આવજાવ કરતાં. તેમાંથી સો ઘર જેટલા તો પરમકૃપાળુદેવની માન્યતાવાળા થયા છે. વીસ દોહા, ક્ષમાપનાનો પાઠ વગેરે જ્ઞાનીપુરુષની આજ્ઞા પામવા યોગ્ય ભાગ્યશાળી બન્યા છે.
ઘણા મુમુક્ષુઓ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીને પોતાને ઘેર લઈ ગયા હતા. અને ઘણાના ભાવ પૂરા થઈ શક્યા નથી. આશ્રમમાંથી પણ કેટલાક-પચાસેક ભાઈ-બહેનો આહોરમાં ભક્તિને પ્રસંગે આવેલા હતા.
અગાસ તા. ૧૪-૭-૩૫
પ્રત્યક્ષ સત્પુરુષના યોગમાં જ્યાં જ્યાં જવાનું કે રહેવાનું બને તે સર્વ સ્થળ તીર્થરૂપ છે. કારણ મૂર્તિમંત ધર્મ સત્પુરુષ છે. આહોરમાં દશ દિવસ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીનું પધારવું થયું હતું. ત્યાંના મુમુક્ષુઓમાં ઘામણ ગામ કરતાં પણ ઘણો ઉત્સાહ પ્રગટ જણાતો હતો. કારણ કે તે લોકો કુળે જૈન ધર્મના હોવાથી સત્પુરુષના સન્માનની વિધિ વગેરેમાં માહિત હતા.
૨૩૭