________________
આ મહાપુરુષ સાધુ નથી પણ ભગવાન છે “પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના દર્શન થયા પછી ગામમાં એવી વાતો પ્રસરી કે આ મહાપુરુષ સાધુ નથી પણ ભગવાન છે.”
આવતી કાલે તથા પરમ દિવસે ખૂબ જોરથી ભક્તિ કરવાનું પ્રભુશ્રીજીએ બઘાને ફરમાવ્યું અને કહ્યું : “ભાવ ત્યાં ભગવાન છે; તમે ભક્તિ કરશો ત્યાં ભગવાન હાજર છે. અહીં હાજર છે. આજે બઘાને ઘણો લાભ થયો છે. ભાવ રાખવાનો છે.”
“ “ગુરુ ઘેર આવ્યા તે દિવાળી' જાણી આહારના મુમુક્ષુઓને રોજ સાઘર્મીવાત્સલ્ય (જમણવાર) કરવાની સ્વાભાવિક ઇચ્છા હતી. પણ તે સમયે ગામમાં આયંબિલની ઓળી ચાલતી હોવાથી પ્રભુશ્રીજીએ મુમુક્ષુઓને આયંબિલ કરવાની આજ્ઞા કરી. તેથી ઘણાખરા મુમુક્ષુઓએ તા.૧૩-૪-૭૫થી આયંબિલ કરવા શરૂ કર્યા હતા.” “અત્રે રોકાણ દરમ્યાન પ.પૂ.પ્રભુશ્રીજીનું મુમુક્ષુઓ સાથે બીજા દેરાસરે તેમજ બાવન જિનાલય ગોડી પાર્શ્વનાથના દેરાસરે પથારવું થયું હતું.”
શ્રી ગોડી પાર્શ્વનાથના મંદિરે દર્શન કરવા પધારતાં પ.પૂ.પ્રભુશ્રીજી આદિ મુમુક્ષુઓ
૨૩૪