________________
૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનું આહો૨માં આગમન
(સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠપદ....રાગ) “સત્પુરુષોના ચરણ સ્પર્શથી, ભૂમિ-૨જ તે તીર્થ બને; તે પાવન સ્થાને જઈ ભાવું, ભક્તિ ભાવો ખરા મને.’’ પરમજ્ઞાનાવતાર, પરમકૃપાળુ સદ્ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના અનન્ય આજ્ઞા ઉપાસક આત્મગુણસંપન્ન મુનિશ્રી લઘુરાજસ્વામી (પ્રભુશ્રીજી)એ શ્રી આહોર નગરે પધારી પોતાના પવિત્ર ચરણકમલોથી આ ક્ષેત્રને તીર્થરૂપ બનાવ્યું છે. તેઓશ્રીના કૃપાબળે રાજસ્થાનમાં આવેલું શ્રી આહોર નગર ખચીત ‘રાજ’ સ્થાન બન્યું છે.
સંવત્ ૧૯૯૧ના ચૈત્ર માસમાં આહોરના મુમુક્ષુઓની ભાવભરી વિનંતીથી ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ તીર્થક્ષેત્ર શ્રી આબુથી આહોર પધારી અગ્યાર દિવસની અત્રે સ્થિરતા કરી હતી. આ અલૌકિક પુણ્યપ્રસંગે અનેક ભવ્યાત્માઓને વીતરાગ
પ્રણીત સદ્ઘર્મની યથાર્થ સમજણ આપી, સન્માર્ગ સન્મુખ કર્યા. આ પ્રસંગે મુમુક્ષુઓનો ધર્મપ્રેમ અને ભાવોલ્લાસ કેવો હતો એની ઝાંખી, પ.પૂ.પ્રભુશ્રીજીના બોધની હસ્તલિખિત ડાયરીમાં ઉપલબ્ધ છે, તેમાંથી કેટલાક અંશો અત્રે ઉદ્ધૃત કર્યાં છે :—
આવો ઉલ્લાસ પહેલી વખત જોયો
‘સંવત્ ૧૯૯૧ના ચૈત્ર સુદ ૮ તા. ૧૧-૪-૩૫ના રોજ આબુથી પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી આહોર આવવા માટે ૨વાના થયા ત્યારે ઘણા ઉલ્લાસમાં હતા. બધાને ઘણી ઉતાવળ કરવાનું જણાવતા હતા. પરંતુ તેનું કોઈ કારણ સમજાયું નહીં. પણ જ્યારે આહોર ગયાં ત્યારે ખબર પડી કે —
૨૩૩
‘લગભગ આખું ગામ બે–હજાર માણસ તેઓશ્રીની રાહ જોઈ ઊભું હતું. ઘણી ભીડ જામેલી હતી. લોકોના ઉલ્લાસનો પાર નહોતો. આવો ઉલ્લાસ પહેલી વખત જોયો.”
આગમન પ્રસંગે રાહ જોતાં ગામના લોકો
પ્રભુશ્રીજી ગામના લોકો સાથે