________________
પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના
છૂટક પ્રસંગો જ્ઞાની કહે તું આત્મા, પણ જીવ
માનતો નથી
આશ્રમમાં એક વખત બે ભાઈઓ નીચે વઢતા હતા. તેમને પૂ.પ્રભુશ્રીજીએ ઉપર બોલાવ્યા અને પૂછ્યું : કેમ વઢતા હતા? તે કહે મને એણે ગધેડો કહ્યો. ત્યારે પ.પૂ.પ્રભુશ્રીએ કહ્યું “અમે તને કેટલીયવાર કહીએ છીએ કે તું આત્મા છે, આત્મા છે તોય માનતો નથી અને એણે એકવાર ગધેડો કહ્યો, તે માની લીધું?
:
ફઠા૨ KATHOR
(૧)
આજે કોઈ મુંબઈથી આવે છે
ઘાટકોપરમાં એક સંત હરજીભગત તુલસીદાસજી હતા. જેને હજારો લોકો પૂજતા. પ્રભુશ્રીજી વિષે સાંભળતા તેમના દર્શનની તેમને ઉત્કટ લગની લાગી. પ્રભુશ્રીને તેઓએ કોઈવાર જોયા કે સાંભળ્યા ન હતા. તે સમયે પ્રભુશ્રીજી કઠોરમાં હતા. પ્રભુશ્રીજીનો મને કોલ આવ્યો છે એમ કહી ભક્તિના ભાવાવેશમાં તેઓ ટ્રેઈનમાં બેસી ગયા. અને રાત્રે ત્રણ વાગ્યે કઠોર સ્ટેશને સહજ ફુરણાથી ઊતરી. પડ્યા અને બાંકડા ઉપર બેઠા. પ્રભુશ્રી કહે આજે કોઈ મુંબઈથી આવે છે. તેથી થોડા મુમુક્ષુઓ સ્ટેશને ગયા અને તપાસ કરતા તેઓ કોઈ મુંબઈના મહેમાન એમ બોલવા લાગ્યા ત્યારે ભગતે કહ્યું, હા હું છું. ભક્તવત્સલ ભગવાને ભક્તની સંભાળ લીધી.
૨૩૨