________________
પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી
શ્રી મોતીબહેન ફૂલચંદજી બંદા
આહોર
(ભાવનાબેન પી. જૈને જણાવેલી વિગત)
એક દિવસ પ્રભુશ્રીએ પૂછ્યું કે તને ચિંતા થાય છે? મોતીબેને કહ્યું – હા પ્રભુ. પ્રભુશ્રી કહે શેની ચિંતા થાય? તો કહે મારા છોકરા મોક્ષે જશે કે નહીં એની.
પ્રભુશ્રી કહે – તારા બધા છોકરા મોક્ષે જશે.
એકવાર મોતીબેને કહ્યું—પ્રભુશ્રી મળ્યા પછી બીજે ચિત્ત ચોંટે નહીં. તેમણે અંદર એવું ચકલું ઘાલી દીધું છે કે ફડફડ થયા કરે. કાઢવું હોય તોય નીકળે નહીં.
સભામંડપના પાછળના ભાગમાં લાંબી ચાલી છે ત્યાં રૂમમાં તેઓ રહેતા. શ્રી મોતીબેન છોકરાઓ બહાર રમતા હોય અને પ્રભુશ્રી શાંતિસ્થાન ઉપર આંટા મારતા હોય. તે વખતે પ્રભુશ્રી છોકરાઓને બોલાવે એટલે બઘા દોડીને ઉપર જાય. સંસ્કાર નાખે.
૨૩૧
ચ૨ણ૨જથી ગુમડા ગાયબ
એક વખત એવું બન્યું કે નેમિચંદભાઈના માથામાં બાર મહિનાથી ગુમડાં થયેલા. દવા કરાવવા છતાં મટતા નહીં. તેથી નાના હોવા છતાં વિચાર કરી એક દિવસ પ્રભુશ્રીજી ચાલતા હતા ત્યારે તેમના પગ નીચેની ધૂળ લઈ માથામાં ઘસી નાખી. જેથી માથામાંના બઘા ગુમડા મટી ગયા.
પ્રભુશ્રીજી બિમાર હતા ત્યારે મોતીબેન છોકરાઓને લઈ અહીં રહેલા. ફુલચંદભાઈએ આહોર જવાની વાત કરી ત્યારે કહે પ્રભુશ્રીની તબિયત સારી થશે તો જ આવીશ; નહીં તો નહીં.
શ્રી નેમિચંદજી