________________
હવેથી ‘સહજાત્મસ્વરૂપ' મંત્રની જ માળા ગણીશ મંત્ર લીઘેલો તેથી એક માળા “સહજાત્મસ્વરૂપની અને બીજી માળા એમના ગુરુએ પહેલા આપેલ મંત્રની પણ સાથે ગણતા હતા. એક વખત પૂજ્યશ્રી બ્રહ્મચારીજી આહોર પઘારેલા તે વખતે મોતીચંદભાઈ બીમાર હતા. તેથી એમને ત્યાં પૂજ્યશ્રી પધાર્યા. મોતીચંદભાઈને પૂજ્યશ્રીએ કહ્યું : એક જ ઘણી ઘારવા. એક પકડ કરી લેવી એમ ઉપદેશ આપ્યો. પછી મોતીચંદભાઈ બોલ્યા કે પહેલા મને ગુરુએ મંત્ર આપેલો તે પણ ગણતો હતો. પણ આજથી હવે એક “સહજાત્મસ્વરૂપ'મંત્રની જ માળા ગણીશ એમ કહ્યું. પૂ.શ્રી બ્રહ્મચારીજીએ એમના વગર કહ્યું એમના ઘેર જઈ એક પરમકૃપાળુદેવનો જ લક્ષ રાખવા જણાવ્યું. પછી થોડા દિવસમાં જ એમનો દેહ છૂટી ગયો હતો.
શ્રી વાંસજીભાઈ જીભાઈભાઈ પટેલ
બોરીઆ અમૃતફળ આપી અમર ફળ લીધું
બોરીયાના વાંસજીભાઈ હતા. તેમણે પ્રભુશ્રીની દેરી પાસે જે ખેતર છે તે આશ્રમને ભેટ આપ્યું. અને પ્રભુશ્રીને કહ્યું કે પ્રભુ આ ખેતરમાં જ આંબો છે તે હું રાખીશ. પ્રભુશ્રીએ કહ્યું ભલે. થોડા દિવસો પછી વાંસજીભાઈએ પ્રભુશ્રીને કહ્યું કે પ્રભુ હું આ આંબો આપુ અને આપ મને મંત્ર આપો. ત્યારે પ્રભુશ્રીજીએ મોહનલાલજી મુનિને કહ્યું : એને અમૃતફળ આપી અમરફળ લેવું છે. પછી મંત્ર લઈ આંબો આશ્રમને ભેટ આપ્યો. મંત્રની આરાઘના વડે સમાધિમરણ સાથી આત્માને અમર બનાવી સદ્ગતિને પામ્યા.
શ્રી નારણભાઈ વલ્લભભાઈ પટેલ
કાવિઠા નોકરી કર, ધંધો કર, પણ ખેતી ન કર
હું નાનો હતો. પ્રભુશ્રીજીના દર્શન કરીને જતો હતો ત્યારે મુમુક્ષુને પૂછ્યું આ કોનો છોકરો? વલ્લભભાઈનો. મને બોલાવી પૂછ્યું તું શું કરે છે? મેં કહ્યું ખેતી.
પ્રભુશ્રી કહે—ખેતી ન કર, બહુ પાપનો ધંધો છે, કરવા જેવો નથી.
મેં કહ્યું–પ્રભુ અમારે તો બાપદાદાનો એ જ ઘંઘો, બીજું શું કરીએ? પ્રભુ કહે–નોકરી કર, ઘંઘો કરે, પણ ખેતી ન કરીશ.
તેમની પ્રેરણાથી હું ઇન્દોર ગયો. નોકરી કરી. પછી ઘંઘો કર્યો. તેમાં પહેલા દિવસે રૂ. ૨૧નો વકરો આવેલ. તે દર્શન કરવા આવ્યો ત્યારે ઘર્મકાર્ય માટે પ્રભુશ્રી પાસે મૂકેલ. પ્રભુશ્રીની
પ્રેરણાથી પાપનો ઘંઘો છૂટી ગયો. શ્રી નારણભાઈ
શ્રી ડાહીબેન વાઘજીભાઈ પટેલ
દંતાલી મારાપણાની માન્યતામિથ્યા
ડાહીબેન આશ્રમમાં આવેલા. વાગજીભાઈનો દેહ છૂટી ગયેલો. એમને એકનો એક છોકરો હતો. પરણાવેલો હતો. પ્રભુશ્રીએ ડાહીબેનને પૂછ્યું તારે છોકરો છે? તે કહે હા બાપા. બોલાવ જોય. બાપા આ જાય. પછી એને બોલાવ્યો. બાપા કહે તારો છોકરો નોય. ડાહીબેન કહે મારો છોકરો છે. બાપા કહે તારો છોકરો નોય. પછી આશ્રમથી જતા છોકરાને પેટમાં દુઃખવા આવ્યું અને લગભગ આઠ દશ દિવસમાં તેનો દેહ છૂટી ગયો.
૨૨૩