________________
પ્રભુશ્રીજીનો સમાગમ મેળવી તેઓશ્રીની કૃપાદૃષ્ટિથી મંત્રોથ, તત્ત્વજ્ઞાન વગેરે આત્મકલ્યાણના સાધન પ્રાપ્ત થયા. તે વખતે મારી ઉંમર ઓગણીસ વર્ષની હતી. મને પ્રભુશ્રીજીના પરમ સત્સંગનો બાવીસ દિવસ સુધી અલભ્ય લાભ મળ્યો. પછી સરઈ ધામણ ગામે વચનામૃતનું વાંચન કરતાં બીજા સહવાસીઓ પણ અગાસ આશ્રમમાં જઈ મંત્ર બોધ લઈ આવ્યા.
સુરત જિલ્લામાં દિવો પ્રગટ થયો
સંવત્ ૧૯૮૯ની સાલમાં કાળા
કાકાની વિનંતીથી પૂ.પ્રભુશ્રીજીએ પોતે ઘામણ પધારી બે દિવસ સ્થિરતા કરી અદ્ભુત ભક્તિનો લાભ આપ્યો હતો. શ્રી કાળાકાકાના બંગલાના માળ ઉપર શેઠશ્રી જેસીંગભાઈ ઉજમસીના શુભ હસ્તે પરમ કૃપાળુદેવના ચિત્રપટો પધરાવવામાં આવ્યા હતા. ઘામણથી વિદાય લેતા પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે “સુરત જિલ્લામાં દિવો પ્રગટ થયો છે'. આ જાત્રાનું થામ બનશે. સંઘને અગ્યાર વાગ્યા સુધીમાં વિદાય કરી દેવો
શ્રી ધીરજભાઈએ પણ ભક્તિ સત્સંગ માટે રોકાવાની વિનંતી કરતા પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે પોતે રહી શકશે નહીં તથા આવેલ સંઘને પણ આવતી કાલે અગ્યાર વાગ્યા સુધીમાં ભક્તિ તેમજ જમણવાર પતાવી વિઠાય કરી દેવો. તે પ્રમાણે વિદાય કર્યા પછી બે વાગે પૂ.ઘીરજભાઈના મોટા દિકરાની જે પિયરમાં હતી, ત્યાં તેનું મરણ થયું હતું, પરમકૃપાળુદેવની સ્થાપનાનું સ્થાન પવિત્ર રાખવું
વધુ
પૂ.કાળાકાકાને પ.પૂ.પ્રભુશ્રીજીએ અત્રેથી જતી વખતે કહેલું કે પ્રભુ, આ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના સ્થાપનાવાળા મોટા ઓરડામાં કોઈ ગૃહસ્થો સુવે નહીં તે સાચવવું. એ સ્થાન પવિત્ર રાખવું,
શ્રી ડાહ્યાભાઈ
પ્રભુશ્રીજી મળ્યા પછી ક્રોધ પ્રકૃતિ શાંત
પ.પૂ.પ્રભુશ્રીજી મળ્યા પહેલા કાળાકાકાની પ્રકૃતિ બહુ ક્રોધ સ્વભાવવાળી હતી. પણ પૂ.પ્રભુશ્રીજીને મળ્યા પછી તે બહુ શાંત થઈ ગયા હતા.
૨૨૧
શ્રી શંભુપ્રસાદ માસ્તર અગાસ સ્ટેશન
(શ્રી ગુણેશમલજી રાજમલજી આકોરવાળાએ આપેલ વિગતો)
દુઃખે ત્યારે ખાસ સ્મરણ કર્યા કરે
અગાસ સ્ટેશનના માસ્તર શંભુ પ્રસાદ હતા. તેમના ધર્મ પત્ની અહીં સ્ટેશન ઉપર રહેતા. બહુ વર્ષ અહીં રહ્યા પણ આશ્રમમાં નહોતા આવતા. પ્રભુશ્રીજી ફરવા જાય તો વડ નીચે બેસે. એક દિવસ
માસ્તરનાં ધર્મપત્ની મળ્યા. પ્રભુએ કહ્યું આશ્રમમાં આવજો. પછી રોજ આવવા લાગ્યા અને સારી શ્રદ્ધા થઈ. બે વર્ષમાં બદલી થઈ ગઈ. ઊંચી પોસ્ટ ઉપર બદલી થઈ પણ તેમને લાગ્યું કે બદલી ન થઈ હોત તો સારું. માસ્તરની પત્નીને પેટમાં ગોળાની બિમારી હતી. કોઈ કોઈ વખત બહુ દુઃખવા આવતું. ક્લાકો સુધી દુખતું. પણ ઠીક થઈ જતું. પ્રભુશ્રીજી મળ્યા પછી સ્મરણ આપ્યું અને કહ્યું કે બસ સ્મરણ કરવું. તેઓ સ્મરણ કર્યાં કરતા. જ્યારે દુઃખે ત્યારે તો ખાસ સ્મરણ કર્યાં કરે. એમની આ વેદનીનો કાળ સામાયિક જેવો થવા લાગ્યો. આશ્ચર્યમય બીના બની
પૂ.બ્રહ્મચારીજી મારવાડ તરફ જતા અમદાવાદ સ્ટેશન ઉપર શંભુપ્રસાદ મળ્યા. પૂ.બ્રહ્મચારીજીએ પૂછ્યું તમારા ઘરમાંથી કેમ છે? માસ્તરે કહ્યું એ તો ગુજરી ગયા.
એમની બધી વાત કહું. રોજની માફક મરણના દિવસે દર્દ વધારે થયું અને જાણે મરી ગયા છે એમ જાણી બધાએ ઠાઠડીની તૈયારી કરી. એટલામાં તો એમની આંખ જરા ખુલી. મેં પૂછ્યું કેમ છે ? ત્યારે એમણે કહ્યું અહીં આવો તમને વાત કહું. પછી કહેવા લાગ્યા કે હું તો પ્રભુશ્રીજી પાસે ગઈ હતી. ત્યાં કૃપાળુદેવ હતા અને પ્રભુશ્રીજી હતા. પ્રભુશ્રીજીએ મને પૂછ્યું કેમ રઝળતી, રખડતી પણ આવી ગઈ? હું તો પ્રભુશ્રીજી પાસે સાધ્વી થઈ ગઈ છું એમ કહી થોડીવારમાં મરણ થઈ ગયું. એમ આશ્ચર્યમય બીના બની ગઈ. બેનના શુભ ભાવો હોવાથી તેમ કહી શકે. શુભભાવો એ શુભગતિનું કારણ છે. 'સહજ સુખ સાધન' નામના ગ્રંથમાં પાન ૩૫૧ ઉપર જણાવે છે કે –“મરણની થોડીવાર પહેલાં કોઈક જીવના પ્રદેશ ફેલાઈને જ્યાં જન્મ લેવાનો હોય ત્યાં સુધી પહોંચે છે, સ્પર્શ કરીને પાછા આવે છે. પછી મરણ થાય છે. તેને મરણાંતિક સમુદ્દાત કહેવામાં આવે છે.”