________________
શ્રી ડાહ્યાભાઈ નાથુભાઈ પટેલ
ઘામણ
ધામણમાં પપૂ.પ્રભુશ્રીજીનું સામૈયું પૂ.પ્રભુશ્રીજી સરઈ ગામથી શ્રી કાળાકાકાને ત્યાં પ્રતિષ્ઠા નિમિત્તે ઘામણ પઘાર્યા. તે પ્રસંગે ગામના તેમજ બાહરના આવેલા મુમુક્ષુ ભાઈબહેનો-બાહરગામના અગાસ આશ્રમ, કાવિઠા, સીમરડા, નાર, ભાદરણ, વડવા, ખંભાત, આહોર તથા સુરત વગેરે મળીને કુલ દોઢ હજાર માણસ હાજર હતું. તે પ્રસંગે ધામણ ગામના ભાગોળથી વાજા વાજિંત્ર ભક્તિ ભજન સહિત અતિ ઉલ્લાસભાવથી પૂ.પ્રભુશ્રીજીનું સામૈયું કર્યું હતું.
“શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ સત્યતાથી ભરપૂર સંવત ૧૯૮૨માં મારા મોસાળ સરઈ જે નવસારી તાલુકામાં આવેલ છે ત્યાં મારા ઘરડા માજીની સાર સંભાળ માટે જવાનું થતું. તે વખતે ભાદરણ ગામના એક મુમુક્ષુ શ્રી ચુનીભાઈને એ ગામમાં તલાટીની નોકરી હતી. તે મારા માજીના ઘરમાં રહેતા હતા. તેમની પાસે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ મારા જોવામાં આવ્યો. તેનો થોડો ભાગ વાંચતા આ ગ્રંથ મને સત્યતાથી ભરપૂર લાગ્યો. તે ગ્રંથ બાબત પૂછતાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસમાં એક સંત મહાત્મા શ્રી લઘુરાજસ્વામી પાસેથી મને પ્રાપ્ત થયો છે એમ જણાવ્યું. આશ્રમનું સરનામું લઈ સં.૧૯૮૨ના ફાગણ વદ પાંચમે હું અહીં આવ્યો.
૨૨૦