________________
શ્રી મોતીભાઈ પ્રાગદાસ પટેલ
નાર
સુખ જોઈતું હોય તો પ્રભુ! પાપના કારણો મૂકવા
પૂ.પ્રભુશ્રીજીના વખતમાં ભારતમાં રાજાઓના રાજ્ય હતા. તે સમયે વડોદરા મહારાજાની રાણી ચીમનાદેવી સાથે મહારાજા સયાજીરાવ બોલતા નહોતા. કારણ કે ઓરમાન છોકરાને તેણે પેનમાં ઝેર આપ્યું હતું.
મહારાજા સયાજીરાવ મારી સાથે બોલે એટલા માટે પૂ.પ્રભુશ્રીજીનું માહાભ્ય સાંભળી તેમની પાસે સ્પેશીયલ રેલ્વે સલૂન લઈ તે આશ્રમમાં આવ્યા. પછી પૂ.પ્રભુશ્રીજીને મળવા ગયા ત્યારે ફુટ, પૈસા વગેરે પ્રભુશ્રીજી આગળ ઘર્યા અને તેમની સામે દર્શન કરીને બેઠા. પછી પૂ.પ્રભુશ્રીજીએ બોઘમાં જણાવ્યું કે પ્રભુ! બધા જીવો કર્મને આધીન સુખ દુઃખ ભોગવે છે. સુખ જોઈતું હોય તો પાપના કારણો મૂકી દેવા. સદાચાર સેવવા. આત્મા જેવો કોઈ દેવ નથી. તે આ દેહથી જુદો છે એમ માનવું. તેની શ્રદ્ધા કરવી. અમે તો પ્રભુ! દોરાધાગા એવું કંઈ કરતા નથી
અમે તો પ્રભુ દોરાધાગા એવું કંઈ કરતા નથી. અમે આવું કરતાં હોઈશું? અમે તો આત્માનું કલ્યાણ કરીએ. તમારા ફુટ, પૈસા અમને ખપે નહીં. રાજપિંડ કહેવાય. અમે તો પ્રભુ! બધું છોડીને બેઠા છીએ. અમારે આ બઘાને શું કરવું છે? એક આત્માનું કલ્યાણ કરવા જેવું છે. રાણી ચીમનાદેવી સાથે તેમની ભત્રીજી ચંદ્રપ્રભા પણ આવી હતી. તેના ઉપર પૂ.પ્રભુશ્રીની દ્રષ્ટિ પડેલી એને આશ્રમ બહુ ગમી ગયો હતો.
૨૧૯