________________
દિવસમાં એકવાર આહાર લઇ સ્વાધ્યાય-ધ્યાનમાં કાળ ગાળવાની આજ્ઞા
એક દિવસ વનમાં વાવ પાસે શ્રીમદ્ મુનિઓ સાથે વાત કરતા બેઠા હતા. ચતુરલાલજી મુનિ તરફ જોઈને શ્રીમદે પૂછ્યું, “તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધીમાં શું કર્યું?” ચતુરલાલજીએ કહ્યું, “સવારે ચાનું પાત્ર ભરી લાવીએ છીએ તે પીએ છીએ; તે પછી છીંકણી વહોરી લાવીએ છીએ તે સુંઘીએ છીએ; પછી આહારના વખતે આહારપાણી વહોરી લાવીએ છીએ. તે આહારપાણી વાપર્યા પછી સૂઈ રહીએ છીએ. સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ અને રાત્રે સૂઈ રહીએ છીએ.”
શ્રીમદ વિનોદમાં કહ્યું; “ચા અને છીંકણી વહોરી લાવવી અને આહારપાણી કરી સુઈ રહેવું તેનું નામ જ્ઞાન, દર્શન, ચારિત્ર?”
S
પછી આત્મજાગૃતિ અર્થે બોઘ આપી શ્રી લલ્લુજીને ભલામણ કરતાં શ્રીમદે કહ્યું, “બીજા મુનિઓનો પ્રમાદ છોડાવી ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય-ધ્યાનમાં કાળ વ્યતીત કરાવવો અને તમારે સર્વેએ એક વખત દિવસમાં આહાર કરવો. ચા તથા છીંકણી વિના કારણે હંમેશાં લાવવા નહીં. તમારે સંસ્કૃતનો અભ્યાસ કરવો.”
મુનિશ્રી મોહનલાલજીએ પૂછ્યું, “મહારાજશ્રી તથા દેવકરણજીની અવસ્થા થઈ છે અને ભણવાનો જોગ ક્યાંથી બને?”
શ્રીમદે ઉત્તરમાં જણાવ્યું, “યોગ બની આવ્યથી અભ્યાસ કરવો અને તે થઈ શકે છે; કેમકે વિક્ટોરીયા રાણીની વૃદ્ધ અવસ્થા છે, છતાં બીજા દેશોની ભાષાનો અભ્યાસ કરે છે.”
એક વખત મુનિશ્રી મોહનલાલજીએ શ્રીમ પૂછ્યું, “મારે ધ્યાન શી રીતે કરવું?” શ્રીમદે ઉત્તર આપ્યો, “શ્રી લલ્લુજી મહારાજ ભક્તિ કરે તે વખતે તમારે કાયોત્સર્ગ કરી સાંભળ્યા કરવું, અર્થનું ચિંતન કરવું.”
મંત્ર આદિ આત્માર્થ સાધન બીજાને જણાવવાની શ્રીમદ્જીની આજ્ઞા
સ્મરણ-સ્તંત્ર ઉનાવવો.
શ્રી લલ્લુજી સ્વામીને શ્રીમદે જણાવ્યું - “જે કોઈ મુમુક્ષભાઈઓ તેમજ બહેનો તમારી પાસે આત્માર્થ-સાથન માગે તેને આ પ્રમાણે આત્મહિતના સાઘન બતાવવા : ૧. સાત વ્યસનના ત્યાગનો નિયમ કરાવવો. ૨. લીલોતરીનો ત્યાગ કરાવવો. ૩. કંદમૂળનો ત્યાગ કરાવવો. ૪. અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કરાવવો. ૫. રાત્રિભોજનનો ત્યાગ કરાવવો. ૬. પાંચ માળા ફેરવવાનો નિયમ કરાવવો. ૭. સ્મરણ-મંત્ર બતાવવો.
ક્ષમાપનાનો પાઠ અને વીસ દોહરાનું પઠન,
મનન નિત્ય કરવા જણાવવું. ૯. સત્સમાગમ અને સન્શાસ્ત્રનું સેવન કરવા
જણાવવું.” – ઉ.પૃ.(૧૨) (૧૩)