________________
આત્મસિદ્ધિની રચનામાં પ.પૂ.પ્રભુશ્રીજીની પ્રેરણા “કપાળદેવ સં.૧૯પરમાં ખંભાત પઘાર્યા ત્યારે શ્રી સોભાગભાઈ પણ ત્યાં આવેલા, ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીની પ્રેરણાથી શ્રી સોભાગભાઈએ કૃપાળુદેવને વિનંતી કરી કે આ “છ પદ'નો પત્ર યાદ નથી રહેતો માટે કંઈક ગાવાનું હોય તો મોઢે થાય. એ વાતને વીસેક દિવસ થયા બાદ કપાળુદેવે કલાક દોઢ કલાકમાં ૧૪૨ ગાથાની આ “આત્મસિદ્ધિ' નડિયાદ મુકામે રચી.” - બોઘામૃત ભાગ-૨ (પૃ.૩૦૬).
વડવાથી શ્રીમદ્જી નડિયાદ પધાર્યા. ત્યાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રચ્યું. તેની ચાર નકલ પ્રથમ કરાવી. એક શ્રી લલ્લુજી સ્વામી ઉપર સ્વાધ્યાય માટે મોકલી અને સાથે પત્ર લખી જણાવ્યું કે આપને એકાંતમાં સ્વાધ્યાય અર્થે આ મોકલી છે.
દોષવૃષ્ટિ તજી ગુણગ્રાહી થવું સં. ૧૯૫૩નું ચોમાસું ખેડામાં શ્રી લલ્લુજીએ કર્યું. તેમના સ્વાધ્યાય અર્થે શ્રીમદે “મોક્ષમાર્ગપ્રકાશ” ગ્રંથ ખેડામાં મોકલ્યો હતો. તેમાં સ્થાનકવાસી પંથ વિષે ટીકા આવી. તે વાંચી શ્રી દેવકરણજીને ગમેલું નહીં, તેથી ગ્રંથ વાંચવો બંધ રાખ્યો. પણ ફરી પત્ર શ્રીમદ્ તરફથી મળ્યો કે કોઈ બાબત માટે ગ્રંથ વાંચતા ખળી રહેવા યોગ્ય નથી. દોષદ્રષ્ટિ તજી ગુણગ્રાહી થવા પ્રેરણા કરી. તેથી તે ગ્રંથનો પૂર્ણ સ્વાધ્યાય થતાં તેની મહત્તા સમજાઈ.
પરમકૃપાળુદેવનો વસોમાં સમાગમ
સં. ૧૯૫૪ના ચાતુર્માસમાં શ્રીમદ્ રાજચંદ્ર નિવૃત્તિ લઈ કાવિઠામાં ફરી પધાર્યા હતા. ત્યાંથી નડિયાદ થઈ વસો પધાર્યા. ત્યારે શ્રી લલ્લુજીને વસોમાં શ્રીમદે પૂછ્યું, “કહો મુનિ, અહિં કેટલા દિવસ રહીએ?” શ્રી લલ્લુજીને મુંબઈ સિવાય બીજે ક્યાંય અઠવાડિયાથી વધારે સમાગમનો પ્રસંગ મળેલો નહીં, તેથી તેમણે કહ્યું, “એક માસ અહીં રહો તો સારું” શ્રીમદ્ મૌન રહ્યા.
શ્રી લલ્લુજી આહારપાણી લેવા જતાં ત્યારે ગામના અમીન વગેરે મોટા માણસોને કહેતા કે મુંબઈથી એક મહાત્મા પધાર્યા છે, તે બહુ વિદ્વાન છે. તેમનું વ્યાખ્યાન સાંભળશો તો બહુ લાભ થશે. તેથી ઘણા માણસો શ્રીમદ્ પાસે આવતા, અને જ્ઞાનવાર્તાનો લાભ લેતા હતા.
૧૪