________________
મંત્ર મળતા મહાશાંતિ
શ્રી સોભાગભાઈએ ઉપાશ્રયમાં આવી શ્રી લલ્લુજી સ્વામીને આશ્વાસન રૂપે કહ્યું કે “પરમકૃપાળુદેવ તમને સમાગમ કરાવશે
અને આપને કહેવા યોગ્ય જે વાતો કહી છે તે આપને એકલાને જ જણાવવાની છે.” તેથી શ્રી અંબાલાલભાઈના ઘરે જઈ તે બન્ને એકાંતમાં બેઠા.
શ્રી સોભાગભાઈએ શ્રીમદે જણાવેલ મંત્ર કહી સંભળાવ્યો. અને પાંચ માળાઓ રોજ ફેરવવાની આજ્ઞા કરી છે એમ જણાવ્યું. તથા થોડા દિવસમાં ખંભાત પઘારીને તેઓશ્રી સમાગમ કરાવશે એવા સમાચાર આપ્યા. તે સાંભળીને મુનિશ્રીની આંખમાં હર્ષના આંસુ ઉભરાયા અને પ્રફુલ્લિત ભાવ થયા. શ્રી લલ્લુજીએ શ્રી સોભાગભાઈને વિનંતી કરી કે “બીજા મુનિઓને આપ આ મંત્રપ્રસાદી કૃપા કરીને આપો ત્યારે તેમણે જણાવ્યું કે “મને આજ્ઞા આપી નથી. આપ તેમને જણાવશો એમ પરમકૃપાળુદેવે કહ્યું છે.”
શ્રીમદનું રાળજથી રથમાં વડવા આગમન
“શ્રી લલ્લુજી મુનિના સમાગમને લીધે, બીજા પાંચ મુનિઓને પણ શ્રીમદ્ પ્રત્યે પ્રેમ જાગેલો; તેથી શ્રીમદ્ ખંભાત પાસે વડવા મુકામે પઘારવાના ચોક્કસ સમાચાર મળતા છએ મુનિઓ શ્રીમદ્ભી સામે ગયા.” (જી.પૃ.૧૦૨)
“રાળજથી રથમાં બેસીને શ્રીમદુ તથા શ્રી સોભાગભાઈ આવતા હતા. મુનિઓને દીઠા ત્યારે સોભાગભાઈ રથમાંથી ઊતરી વડવાના મકાન સુધી મુનિઓ સાથે ચાલ્યા.” (જી.પૃ.૧૮૨)
સમાગમનોવિરહ અસહ્ય
વડવામાં શ્રીમદ્ સમીપે શ્રી લલ્લુજી મુનિનું હૈયું ભરાઈ આવ્યું અને બોલ્યા : “હે નાથ, આપના ચરણકમળમાં મને નિશદિન રાખો. આ મુહપતી મારે જોઈતી નથી.” એમ કહી તેમણે શ્રીમદ્ભા આગળ મુહપત્તી નાખી અને આંખમાં અશ્રુ ઉભરાતાં ગદ્ગદ્ વાણીથી બોલ્યા: “મારાથી સમાગમનો વિરહ સહન થતો નથી.” (જી.પૃ.૧૪૨)
આ દ્રશ્ય જોઈ શ્રીમનું કોમળ હૃદય પણ રડી પડ્યું, તેમની આંખમાંથી સતત અશ્રપ્રવાહ વહેવા લાગ્યો; કેમે કરી અટકે નહીં. શ્રી લલ્લુજીસ્વામીના મનમાં પણ એમ આવ્યું કે મેં આ શું કર્યું? અહો! ભક્તવત્સલ ભગવાન, મારો અવિનય અપરાઘ થયો હશે? હવે શું કરું? ઇત્યાદિ પશ્ચાત્તાપના વિચારમાં તે લીન થઈ ગયા. સર્વ આશ્ચર્યચકિત થઈ મૌન બેસી રહ્યા; લગભગ એક કલાક સુધી આમ ઉદાસીન મૌન સ્થિતિમાં રહી શ્રીમદે મુનિશ્રી દેવકરણજીને કહ્યું, “આ મુહપતી શ્રી લલ્લુજીને આપો. હમણાં રાખો.” (જી.પૃ.૧૪૨)
શ્રીમજી વડવા છ દિવસ રોકાયા ત્યાં સુધી સર્વ મુમુક્ષુ ભાઈ-બહેનો સાથે સમાગમ બોઘનો લાભ મળતો તથા મુનિ સમુદાયને એકાંતમાં પણ તેમના સમાગમનો લાભ મળતો. સંપ્રદાયના લોકો તથા સાઘુવર્ગ આ છ મુનિઓની નિંદા કરતા પણ તેથી યથાર્થ ઘર્મ પ્રત્યે છયેની વિશેષ દૃઢતા થઈ. વળી શ્રી લલ્લુજીનો પુણ્યપ્રભાવ એટલો પડતો કે કોઈ તેમને મોઢે કહી શકતા નહીં.
૧૩