________________
‘છ પદ’ના પત્રનો ઉદ્ભવ
વિ.સં. ૧૯૫૦માં શ્રી લલ્લુજી સ્વામીને સુરતમાં દસ બાર મહિનાથી તાવ આવતો હતો. જેથી ચિંતા થઈ કે વખતે દેહ છૂટી જશે. તેથી પરમકૃપાળુદેવને ઉપરાઉપરી પત્ર લખી જણાવ્યું કે ‘‘ઠે નાથ! હવે આ દેહ બચે તેમ નથી. અને હું સમકિત વિના જઈશ તો મારો મનુષ્યભવ વૃથા જશે. માટે કૃપા કરીને હવે મને સમકિત આપો.”
શ્રી લલ્લુજી સ્વામીના પત્રના ઉત્તરમાં શ્રીમદે અનંત કૃપા કરીને ‘છ પદ'નો પત્ર લખી મોકલ્યો; અને સાથે જણાવ્યું કે દેહ છૂટવાનો ભય કર્તવ્ય નથી.
રાળજ
જ્યારે શ્રીમદ્ સુરત પધાર્યા ત્યારે તે છ પદ'ના પત્રનું વિશેષ વિવેચન કરી તેનો પરમાર્થે શ્રી લલ્લુજી સ્વામીને સમજાવ્યો, અને તે પત્ર મુખ પાઠે કરી વારંવાર વિચારવાની તેમને ભલામણ કરી.
શ્રી લલ્લુજી સ્વામી પોતાના છેલ્લાં વર્ષોમાં વારંવાર ઉપદેશમાં કહેતા કે “એ ચમત્કારી પત્ર છે. જીવની યોગ્યતા હોય તો સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવો એ અદ્ભુત પત્ર છે.”
જૈન મુનિઓ ચોમાસામાં વિહાર કરી બીજે ગામ જઈ ન શકે એવો આચાર છે તેથી જાણે શ્રીમદ્રે અંબાલાલભાઈ મારફત કહેવડાવ્યું કે મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તેમની પાસે આવીને સમાગમ કરાવું અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તો ભલે પાછા ચાલ્યા જાય.
છ પદનો પત્ર
૧૨
‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનો ઉદ્ભવ
સંવત ૧૯૫૨માં ખંભાત નજીક આવેલ રાળજ ગામમાં શ્રીમદે એકાંત નિવૃત્તિ અર્થે નિવાસ કરેલ. ત્યાં મુમુક્ષુઓને બોધ મળતો. તે જાણી શ્રી લઘુરાજ સ્વામી (શ્રી લલ્લુજી સ્વામી ખંભાતથી ચાલતા ચાલતા રાળજની સીમ સુધી આવી પહોંચ્યા. પછી એક માણસને મોક્લી શ્રી અંબાલાલભાઈને બોલાવ્યા અને શ્રીમની આશા મંગાવી.
મારે આજ્ઞાનું પાલન થાય તેમ કરવું' માટે હું પાછો ચાલ્યો જાઉં છું એમ કહી ખિન્ન થઈ આંખમાંથી ઝરતી આંસુધારા સાથે શ્રી લઘુરાજ સ્વામી ખંભાત પાછા ફર્યા; અને તે રાત્રિ પરાણે વ્યતીત કરી.
બીજે દિવસે સવારે શ્રી અંબાલાલભાઈ, શ્રી સોભાગભાઈ અને શ્રી ડુંગરશીભાઈને રાળજથી શ્રીમદે ખંભાત મોક્લ્યા.