________________
આતમ ભાવના ભાવમાં જીવ લેહ કેવળજ્ઞાન રે”
શ્રીમદ્ભા સમાગમ અર્થે શ્રી લલ્લુજી મુનિએ સં.૧૯૪૯નું ચોમાસું મુંબઈમાં કર્યું. શ્રીમદે પૂછ્યું, “મુનિને અનાર્ય જેવા દેશમાં
વિચરવાની આજ્ઞા થોડી જ હોય છે?’ લલ્લુજીએ કહ્યું : “આપના Mાત નાજના ભાવ દર્શન સમાગમની ભાવનાને લીધે અહીં ચાતુર્માસ કર્યું છે' પછી ઝલ લટકેલ બનાળ રે.
લલ્લુજી મુનિ પેઢી ઉપર સમાગમ અર્થે આવતા કે શ્રીમદ્ ઊઠીને પાસેની ઓરડીમાં આવી તેમને “સૂયગડાંગ સુત્ર”, “સમાધિશતક' વગેરેમાંથી સમજાવતા. “સમાધિશતક”ની સત્તર ગાથા સમજાવીને તે પુસ્તક વાંચવા વિચારવા માટે મુનિશ્રીને આપ્યું.
તે પુસ્તક લઈ દાદરા સુઘી ગયા કે શ્રી લલ્લુજી મુનિને શ્રીમદે પાછા બોલાવ્યા. પાછા બોલાવી તે “સમાધિશતક'ના પહેલા પાના ઉપર નીચેની આ અપૂર્વ લીટી લખી આપી.
“આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે”
વારંવાર મૌન રહેવાનો બોધ એક દિવસ શ્રી લલ્લુજીએ શ્રીમદ્ન પૂછ્યું, “આ બધું મને ગમતું નથી. એક આત્મભાવનામાં નિરંતર રહું એમ ક્યારે થશે? શ્રીમદે કહ્યું, “બોથની જરૂર છે”. શ્રી લલ્લુજીએ કહ્યું, “બોથ આપો” શ્રીમદ્ મૌન રહ્યા. આમ વારંવાર શ્રીમદ્ મૌનપણાનો બોધ આપતા, અને તેમાં વિશેષ લાભ છે એમ જણાવતા. તે ઉપરથી લલ્લુજીએ મુંબઈ ચાતુર્માસ પૂર્ણ કરી સુરત તરફ વિહાર કર્યો ત્યારથી ત્રણ વર્ષ પર્યત મૌનપણું ઘારણ કર્યું. માત્ર સાધુઓ સાથે જરૂર પૂરતું બોલવાની તથા શ્રીમદ્દ સાથે પરમાર્થ કારણે પ્રશ્નાદિ રાખી. “સમાધિશતક'નું વાંચન પણ હવે શરૂ કર્યું. તેથી પોતાને અપૂર્વ શાંતિ વેદાતી હતી; એમ પોતે તે વખતનું વર્ણન ઘણી વખત કરતા.
સ્વચ્છેદથી જે જે કરવામાં આવે તે સઘળું અભિમાન સં.૧૯૫૦ અને ૧૯૫૧ના બન્ને ચોમાસા સુરતમાં થયા. તે વખતે વેદાંત અને વેદાંતીઓના પરિચયથી દેવકરણજી સ્વામી પોતાને પરમાત્મા માનતા. તે બાબત શ્રી લલ્લુજીએ શ્રીમત્તે લખી જણાવી. તેના ઉત્તરમાં શ્રીમદે લખ્યું કે
“જ્ઞાનીપુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છેદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. સર્વ જીવનું પરમાત્મપણું છે. એમાં સંશય નથી....પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વઘારે સારું છે. અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે.”આ વાંચી તે પાછા હટ્યા.
એક દિવસ શ્રીમદ્ સુરત પધારેલા ત્યારે દેવકરણજીએ પ્રશ્ન પૂછયો, “શ્રી લલ્લુજી મહારાજ મને વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે, ધ્યાન કરું તેને તરંગરૂપ કહે છે; તો શું વીતરાગ પ્રભુ એમનું કરેલું સ્વીકારે અને મારું ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે?”
શ્રીમદે શાંતિથી ઉત્તર આપ્યો “સ્વચ્છેદથી જે જે કરવામાં આવે છે તે સઘળું અભિમાન જ છે, અસતું સાધન છે અને સદ્દગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી ઘર્મરૂપ સત્સાઘન છે.”
૧૧