________________
પ્રથમ મિલને સાષ્ટાંગ દંડવત્ “શ્રીમદુને શ્રી લલ્લુજીએ ઉપર મેડે પધારવા વિનંતી કરી અને શ્રી હરખચંદજી મહારાજને પૂછ્યું “હું તેમની પાસેથી કંઈ અવઘારું? શ્રી હરખચંદજી મહારાજની આજ્ઞા મળી એટલે શ્રી લલ્લુજીએ ઉપર જઈને શ્રીમન્ને નમસ્કાર કર્યા. શ્રીમદે નમસ્કાર નિવારણ કરવા છતાં તેમણે ઉમંગથી ઉત્તમ પુરુષ જાણી અટક્યા વગર નમસ્કાર કર્યા.” (જી.પૃ.૧૫૬)
હાલ મોટા વિસ્તારવાળા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના સ્થાપક તરીકે પ્રસિદ્ધ શ્રીમદ્ લઘુરાજ સ્વામીનો સત્ય માર્ગમાં પ્રવેશ કરાવનાર સાચી જન્મગાંઠનો દિવસ ગણાવા યોગ્ય પ્રથમ માંગલિક પ્રસંગ બની આવ્યો.' (જી.પૃ.૧૫૭)
પરમકૃપાળુદેવ આ વિષે જણાવે છે કે –
“આત્મા વિનયી થઈ સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ તત્પરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય.” (વ.પૃ.૧૮૩)
સમકિત અને બ્રહ્મચર્ય વૃઢતાની માગણી
“શ્રીમદે શ્રી લલ્લુજી સ્વામીને પૂછ્યું : “તમારી શી ઇચ્છા છે?” સ્વામીજીએ વિનયસહિત હાથ જોડીને યાચનાપૂર્વક કહ્યું : “સમકિત (આત્માની ઓળખાણ) અને બ્રહ્મચર્યની દઢતાની મારી માગણી છે.”
શ્રીમદ્ થોડીવાર મૌન રહ્યા અને કહ્યું, “ઠીક છે.” પછી સ્વામીજીના જમણા પગનો અંગૂઠો તાણી શ્રીમદે તપાસી જોયો; અને ઊઠીને બધા નીચે ગયા.” (જી.પૃ.૧૫૭).
એક દિવસે શ્રી લલ્લુજી સ્વામીએ શ્રીમન્ને કહ્યું : “હું બહાચર્ય માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ (એક દિવસ ઉપવાસ ને એક દિવસ ખાવું એમ) કરું છું. છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી.”
શ્રીમદે કહ્યું : “લોકદ્રષ્ટિએ કરવું નહીં; લોકદેખામણ તપશ્ચર્યા કરવી નહીં. પણ સ્વાદનો ત્યાગ થાય, તેમજ ઊણોદરી તપ (પેટ ઊભું રહે તેવું, ખૂબ ઘરાઈને ખાવું નહીં) થાય તેમ આહાર કરવો; સ્વાદિષ્ટ ભોજન હોય તે બીજાને આપી દેવું.” (જી.પૃ.૧૫૯)
પ્રભુશ્રી'ઘર્મે આત્મજ્ઞાની મુનિ થાય “શ્રી અંબાલાલને ઘેર જતાં શ્રીમદે જણાવ્યું: “આ પુરુષ (શ્રી લલ્લુજી મુનિ) સંસ્કારી છે. આ રેખા લક્ષણો ધરાવનાર પુરુષ સંસારે ઉત્તમ પદ પામે; ઘર્મે આત્મજ્ઞાની મુનિ થાય.” (જી.પૃ.૧૫૭)
“બીજે દિવસે શ્રી અંબાલાલને ઘેર શ્રી લલ્લુજી સ્વામી શ્રીમદના સમાગમ માટે ગયા, ત્યાં શ્રીમદે એકાંતમાં તેમને પૂછ્યું : “તમે અમને માન કેમ આપો છો?” સ્વામીજીએ કહ્યું : “આપને દેખીને અતિ હર્ષ, પ્રેમ આવે છે; અને જાણે અમારા પૂર્વભવના પિતા હો એટલો બધો ભાવ આવે છે; કોઈ પ્રકારનો ભય રહેતો નથી; આપને જોતાં એવી નિર્ભયતા આત્મામાં આવે છે.” (જી.પૃ.૧૫૮)
શ્રીમદે ફરી પૂછ્યું : “તમે અમને શાથી ઓળખ્યા?” સ્વામીજીએ કહ્યું : “અંબાલાલભાઈના કહેવાથી આપના સંબંધી જાણવામાં આવ્યું. અમે અનાદિ કાળથી રખડીએ છીએ, માટે અમારી સંભાળ લો.” (જી.પૃ.૧૫૮) સ્વામીજીએ ફરી પૂછ્યું: “હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જૂઠું છે, એમ અભ્યાસ કરું છું.” શ્રીમદે કહ્યું : “આત્મા છે એમ જોયા કરો.” (જી.પૃ.૧૫૯)
૧૦.