________________
શ્રી લલ્લુજી મહારાજને શ્રીમદ્ગી પ્રથમ જાણકારી
અપાસરામાં ઉપર જવાને બદલે શ્રી અંબાલાલભાઈ આદિ ત્રણેય જણ શ્રી લલ્લુજી મહારાજ પાસે આવીને બેઠા. ભવસ્થિતિ આદિ પ્રશ્નોની ચર્ચા થઈ પણ સમાધાન થઈ શક્યું નહીં. ત્યારે શ્રી અંબાલાલભાઈએ જણાવ્યું કે સર્વ આગમના જ્ઞાતા એવા શ્રીમદ્ રાજચંદ્ર નામના ઉત્તમ પુરુષ મુંબઈમાં છે, તે અહીં ખંભાત આવવાના છે. ત્યારે લલ્લુજી મહારાજે કહ્યું: “અમને તે પુરુષનો મેળાપ કરાવશો.”
પછી શ્રી લલ્લજી મહારાજને શ્રીમદુના પત્રો વાંચવા આપ્યા. તે વાંચી એમને ખાતરી થઈ કે એ પુરુષ જરૂર અનેક પ્રશ્નોનું સમાધાન કરી શકશે. કેમકે આ પત્રોમાં તત્ત્વો સંબંઘી જે ઊંડું ચિંતન જણાય છે એવું તો ક્યાંય જોવામાં આવ્યું નથી.
શ્રી લઘુરાજસ્વામીનું પરમકૃપાળુદેવ સાથે પ્રથમ મિલન
T
ET
સં. ૧૯૪૬માં શ્રીમતું ખંભાતમાં પ્રથમ પઘારવું થયું. શ્રી અંબાલાલભાઈને ત્યાં જ તે ઊતર્યા હતા. શ્રી અંબાલાલભાઈ પોતાના પિતા શ્રી લાલચંદભાઈની સાથે શ્રીમદુને અપાસરે તેડી ગયા.શ્રીમદે અવઘાન કરવાં છોડી દીધાં હતાં પરંતુ લાલચંદભાઈ અને શ્રી હરખચંદજી મહારાજના આગ્રહથી અપાસરામાં તે દિવસે શ્રીમદે અષ્ટાવઘાન કરી બતાવ્યાં. સર્વ સાથુવર્ગ વગેરે શ્રીમદુની વિદ્વતા અને અદભુત શક્તિ જોઈ આશ્ચર્ય પામ્યા.” (જી.પૃ.૧૫૫).