________________
મુનિ આચા૨ પાલન
શ્રી દેવકરણજી અને શ્રી લલ્લુજીએ દીક્ષા લીધા પછી સાધુ સમાચારી, શાસ્ત્રો, સ્તવન, સજ્ઝાયાદિ ભણી કુશળ થયા. તેમાં દેવકરણજી વ્યાખ્યાનમાં બહુ કુશળ હોવાથી વિશેષ લોકપ્રિય થઈ પડ્યા. પરંતુ સરળતા, ગુરુભક્તિ અને પુણ્યપ્રભાવને લઈને શ્રી લલ્લુજીમુનિએ ગુરુથી માંડી સર્વ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓના હૃદયમાં અભીષ્ટ સ્થાન મેળવ્યું. સૌના હૃદયમાં એમ લાગતું કે જતે દિવસે ગુરુની ગાદી શોભાવનાર શ્રી લલ્લુજીસ્વામી છે. દીક્ષા લીધા પછી પાંચ વર્ષ સુઘી તેમણે એકાંતરા ઉપવાસ કર્યા, એટલે કે એક દિવસ આહાર અને એક દિવસ ઉપવાસ કરવો. કઠોરમાં ચોમાસું હતું ત્યારે સાથે લગા સત્તર ઉપવાસ કર્યા હતા. આમ બાહ્ય તપ, કાયોત્સર્ગ, ધ્યાન આદિ પણ ગુરુ સાથે કરતાં.
‘નમુન્થુણં’નો કાઉસગ્ગ
રાત્રે ગુરુ શ્રી હરખચંદજી એક બે કલાક ‘નમુન્થુણં’ના કાઉસગ્ગ કરતા, તેમની સાથે શ્રી લલ્લુજી પણ કાયોત્સર્ગ કરતા. પરંતુ કામવાસના નિર્મૂળ થઈ નહીં. તેથી તે ગુરુને વારંવાર પૂછતા. તો ગુરુ એવી ક્રિયા જપ, તપ બતાવતા અને તે કર્યે જતા. પણ પોતાને વિકારવૃત્તિ દૂર ન થાય ત્યાં સુધી સંતોષ તે ક્રિયાથી થતો નહીં. પોતે ઘણી વખત કહેતા કે અપાસરાને ઓટલે બેસી અમે સ્તવન સાયો ગાતા અને મનમાં લોકોને સંભળાવવાનો ભાવ રહેતો; પણ તે કાળમાં અંતવૃત્તિની સમજ નહોતી.
શ્રીમદ્ના પત્રોનું વાંચન
તે જ ઉપાશ્રયના સામેના બીજા ખૂણામાં શ્રી અંબાલાલ ભાઈ, શ્રી ત્રિભોવનભાઈ અને શ્રી છોટાભાઈ શ્રીમના પત્રો વાંચતા હતા ત્યારે શ્રી લલ્લુજી મુનિએ શ્રી અંબાલાલભાઈને જણાવ્યું, કાં તો ઉપર વ્યાખ્યાનમાં જાઓ કાં અહીં આવીને બેસો.
८
ખંભાતના ઉપાશ્રયમાં સ્વાધ્યાય આ ઉપાશ્રયના નીચલા ખંડમાં એક બાજુના ખૂણામાં શ્રી લલ્લુજી મુનિ અને શાસ્ત્રાભ્યાસી શ્રી દામોદરભાઈ ‘ભગવતીસૂત્ર' નો ઉપરના ખંડમાંથી આચાર્ય શ્રી હરખચંદજી મહારાજ પાનાં વાંચીને મોકલે તે વાંચતા હતા.