________________
શ્રી મણિબેન ભાઈલાલભાઈ પટેલ સુણાવ
જા તારું કામ થઈ જશે અને સદાય તું નાની રહીશ અગાસ આશ્રમમાં હું ધુલીયાથી આવી પૂ.પ્રભુશ્રી પાસે મંત્ર લેવા ગઈ ત્યારે પૂ.પ્રભુશ્રી પાટ ઉપર બેઠા હતા. ચારે બાજુ ચાર જણ ઊભેલા હતા. પૂ.બ્રહ્મચારીજી, પૂ.મોતીભાઈ ભગત, પૂ.મોહનભાઈ, પૂ.હરમાનભાઈ. હું પૂ.પ્રભુશ્રી પાસે જતી હતી ત્યારે મોતી ભગત બોલ્યા કે જો જે અડતી નહીં.
પછી પૂ.પ્રભુશ્રી બોલ્યા-જા તારું કામ થઈ જશે અને સદાય તું નાની રહીશ. બોથમાં સાત વ્યસન, બધાં કંદમૂળનો ત્યાગ, ત્રણ પાઠ અને ત્રણ માળા કરવાનું જણાવ્યું. પછી પૂ.પ્રભુશ્રીએ માળા આવડશે? એમ કહી બોલી બતાવ્યું પછી હું પણ બોલી. પૂ.મોહનભાઈ કહેતા કે છેલ્લો મંત્ર તમને જ આપ્યો છે. પછી કોઈને આપ્યો નથી.
શ્રી મણિબેને તેમના કુટુંબીઓ દ્વારા સાંભળેલી વિગતો :– સભામંડપમાં જઈ કૃપાળુદેવને હાર ચઢાવો
ઇન્દોરના સાત મુમુક્ષુભાઈઓ ચૌદ ગુલાબના હાર બનાવી નમસ્કારના દિવસે આશ્રમ આવ્યા. પ્રભુશ્રીજીનો જન્મદિવસ પણ તે જ છે. સવારમાં રાજમંદિરમાં આવી એક જણે પ્રભુશ્રીજીના ગળામાં હાર નાખ્યો કે પ્રભુશ્રીજી ઊભા થઈ ગયા. પછી પ્રભુશ્રીજીએ કહ્યું આજે આત્મસિદ્ધિનો જન્મદિવસ છે. બઘા સભામંડપમાં જઈ કૃપાળુદેવને હાર ચઢાવો. બધા જઈ હાર ચઢાવી પાછા આવ્યા. ત્યારે પ્રભુશ્રીજી કહે તમારા કર્મ ખપી ગયા.
અંધારી રાતે અજવાળા જેવો
એક દિવસ મારા સાસુ લાલાબાએ પ્રભુશ્રીજીને કહ્યું – બાપા, મારે મગનભાઈને પરણાવવો છે. પ્રભુશ્રીજી બોલ્યા ‘‘હજી બેને પરણાવી ઘરાઈ નથી કે ત્રીજાને પરણાવવો છે? એ તારે ઘેર અંધારી રાતે અજવાળું છે. તમે પાંચે દેવલોકથી આવ્યા છો.
મારા દિયર મગનભાઈને પ્રભુશ્રીજીએ ૨૧ વર્ષની ઉંમરે ચોથા વ્રતની બાઘા આપી. તે વખતે ભાઈલાલભાઈએ કહ્યું મને પણ ચોથા વ્રતની બાઘા આપો ત્યારે પ્રભુશ્રીજી કહે – છાનોમાનો બેસી રહે. તારો ત્રીજા ભવે મોક્ષ થશે. આ ભવે સંસાર છૂટશે નહીં. ત્યારબાદ બાર મહિના પછી મારા લગ્ન થયા હતા.
પ્રભુશ્રીજીનાં પગલાના પ્રતાપે ભૂતનો પ્રવેશ નહીં ઇન્દોરમાં શ્રી ભાઈલાલભાઈ એક મારવાડીનું મકાન
૨૧૨
ભાડે રાખીને રહેતા હતા. એ મારવાડી, તેમની પહેલી પત્ની ગુજરી જવાથી બીજી પત્ની કંચનબેનને પરણ્યા હતા. થોડા વખતમાં એ મારવાડી ભાઈ ગુજરી ગયા. તે મરીને ભૂત થયા.
પછી રાત્રે કંચનબેનને હેરાન કરે, બહુ મારે. એક દિવસ સવારમાં ઉઠાયું નહીં. લાલાબા પ્રભુશ્રીજીને તેમના ઘરમાં લઈ ગયા. પ્રભુશ્રી ત્રણે રૂમમાં ફર્યાં. અને મંત્ર પણ આપ્યો. પછી તે ભૂત અંદર આવી શકતો નહીં. રાત્રે બહારથી બૂમ પાડીને કહે ઉમરાની બહાર આવ પણ એ બહાર આવે જ નહીં.
મળમાં કસ્તુરી જેવી સુગંધ શ્રી ભાઈલાલભાઈ પ્રભુશ્રીજીની સેવામાં રહેતા. તેઓશ્રી જાજરુ જાય ત્યારે આંતરડુ બહાર આવે. પાછું અંદર નાખતા ભયંકર વેદના થાય, છતાં સમતાથી સહન કરે. એમના મળમાં કસ્તુરી જેવી સુગંધ આવતી એમ ભાઈલાલભાઈ કહેતા હતા.