________________
શ્રી કલ્યાણજીભાઈ મૂળજીભાઈ પટેલ
કાવિઠા (શિવબા કલ્યાણજીભાઈના પૌત્ર રણછોડભાઈએ જણાવેલી વિગત) પ્રભુશ્રીજી દ્વારા સમળીનો ઉદ્ધાર
એક વખત પ્રભુશ્રી જાજરુ જવા ગયા ત્યારે મારા દાદા કલ્યાણજીભાઈ મૂળજીભાઈ પ્રભુશ્રીની સાથે ગયા હતા. ગામની નજીક તેમને બેસાડી પ્રભુશ્રીજી સીમરડા તરફ ગયા. વચ્ચે વીજળી માતાનો વડ આવે છે ત્યાં ગયા. ત્યારે સમળી ઝાડ ઉપરથી નીચે પડી. પડતાની સાથે તે બેભાન થઈ ગઈ.
પ્રભુશ્રીજી ઠલ્લે ન જતાં તુંબડીનું પાણી તેના માથા ઉપર રેડ્યું ને મંત્ર સંભળાવ્યો અને પાછા આવ્યા. ત્યારે કલ્યાણજીભાઈએ કહ્યું પ્રભુ ઘણી વાર લાગી? પ્રભુશ્રીજીએ કહ્યું તને શી ખબર? કોઈનું ભલું થવાનું હોય તો રોકાવું પડે. પછી બધી વાત કહી.
પશ્ચાત્તાપ વડે માફી માંગવાથી છૂટકારો
કાવિઠાના કલ્યાણજીભાઈ કૃપાળુદેવ પાસે રોજ જાય. તેમના વહુ શિવબા બોલે કે એ તો વવાણિયાના છોકરા પાછળ પાછળ ફર્યા કરે છે અને ઘરનું કામકાજ પણ કરતા નથી. કલ્યાણજી ભાઈએ કૃપાળુદેવની પાસે બ્રહ્મચર્યવ્રતની બાધા લીઘેલી.
નડીયાદમાં શિવબા ગયા હતા. તે વખતે પ્રભુશ્રીજીનું ચોમાસું ત્યાં હતું. પ્રભુશ્રીજી આગળ માથું મૂકી તેઓ બહુ રડ્યા અને કહ્યું કે મેં તો તમારા ગુરુની (કૃપાળુદેવની) બહુ આશાતના કરી ઘણા કર્મ બાંધ્યા છે. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું- તમે હવે પશ્ચાત્તાપ કરી માફી માગી તેથી છૂટી
ગયા. પછી પ્રભુશ્રીજી પાસે શિવબાએ આજે કાવિઠા જશો નહીં
પણ બ્રહ્મચર્યવ્રત લીધું હતું. તેઓ એકસો
પાંચ વર્ષ જીવ્યા હતા. શિવબા આશ્રમમાં દર્શન કરવા આવ્યા ત્યારે પ.પૂ. બ્રહ્મચારીજીને મળ્યા. તે વખતે તેઓશ્રીએ એમ કહ્યું કે આજે તમે કાવિઠા જશો નહીં. તે જ દિવસે પૂ.પ્રભુશ્રીનો દેહ છૂટ્યો હતો. :
શ્રી શિવબા
૨૧૧