________________
પ.પૂ.પ્રભુશ્રીજી સંવત ૧૯૯૧માં મુમુક્ષુઓ સાથે આબુ પધાર્યા હતા. ત્યારે હું પણ સાથે હતી. તે વખતે બનેલ પ્રસંગો સ્મૃતિ મુજબ જણાવું છું :
આવા ભગવાન તો અમે
ક્યાંય જોયા નથી
વસિષ્ઠાશ્રમમાં ભક્તિ કર્યા પછી ડોલીવાળાઓએ પ્રભુશ્રીજીને ડોલીમાં બેસાડી બંગલે લાવ્યા. ત્યારે પ્રભુશ્રીજીએ હરમાનભાઈને કહ્યું કે આ ડોલીવાળાને પૈસા આપી દો. ત્યારે ડોલીવાળા બોલ્યા કે આવા ભગવાન અમે ક્યાંય જોયા નથી. એમના શરીરનો જરાકેય ભાર અમને લાગ્યો નથી. માટે એમના પૈસા લેવાય નહીં. આ તો સાક્ષાતુ ભગવાન છે. પૈસા આપવાનો ફરી ઘણો આગ્રહ કર્યો છતાં તેમણે લીઘા નહીં. ડોલીવાળા થોડે દૂર ગયા ત્યારે પ્રભુશ્રીજી બોલ્યા કે આ બન્ને જીવોનું કલ્યાણ થઈ ગયું. તે મોક્ષે જવાના છે. અમે અંજન શલાકા કરીએ છીએ
અચલગઢમાં પ્રભુશ્રીજીએ મુમુક્ષુઓને કહ્યું: કુંથુનાથ ભગવાનના દર્શન કરવા છે? મુમુક્ષુઓએ હા કહી. પછી બધા પ્રભુશ્રીજી સાથે મંદિરમાં ગયા. ત્યાં કુંથુનાથ ભગવાનનું સ્તવન બહુ ઉલ્લાસથી પ્રભુશ્રીજીએ બોલાવ્યું અને બધાએ ઝીલ્યું. પછી પ્રભુશ્રીજી બોલ્યા - “અમે અંજનશલાકા કરીએ છીએ.ઘણા કાળ સુધી આ પ્રતિમાથી જીવોને લાભ થશે.”
પ્રભુ અમે કંઈ એવું કરતા નથી ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી માઉન્ટ આબુ પઘારેલા. તે સમયમાં શ્રી હીરાલાલભાઈ ઝવેરીના પેરીસના પ્રસંગથી અનેક રાજા તથા રાણીઓ પ.પૂ.પ્રભુશ્રીજીના પ્રસંગમાં આવેલા. ત્યાં એક વાર એક સિરોહી રાજાની રાણીએ આવી પ.પૂ.પ્રભુશ્રીને જણાવેલ કે મારા પતિ મારાથી વિમુખ થઈ ગયા છે અને બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે છે. માટે આપ કંઈ કરો જેથી મારા ભણી તે સદુભાવવાળા થાય. ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું : પ્રભુ! અમે કંઈ એવું કરતા નથી.આ હે પ્રભુનો પાઠ છે તે કરજો, બધું સારું થઈ રહેશે.
આવું કોઈ સાહસ કરવું નહીં છતાં રાત્રિએ મરવાનો વિચાર કરી એક ઝેરનો પ્યાલો તૈયાર કર્યો. પ.પૂ.પ્રભુશ્રીજીના જ્ઞાનમાં તે જણાતાં અડધી રાત્રે હીરાભાઈ ઝવેરી, નાટા સાહેબ, મેનાબેન અને સગુણાબેન વગેરે મુમુક્ષુઓને ફાનસ લઈ ત્યાં મોકલ્યા. તેમને પોતાના ઘર તરફ આવતાં જાણી તે ઝેરનો પ્યાલો મૂકીને થોભી. તેના મકાનમાં જઈ સગુણાબેને તે રાણીને કહ્યું કે પ.પૂ.પ્રભુશ્રીજીએ તમને જણાવ્યું છે કે આવું કોઈ સાહસ કરવું નહીં. સવારે પ.પૂ.પ્રભુશ્રીજી તમારે ત્યાં પધારશે. એ સાંભળી રાણીને થયું કે અહો! એ મહાત્મા મારું બધું કૃત્ય જાણે છે. તેને પ.પૂ.પ્રભુશ્રીજી ઉપર ઘણો પ્રેમ આવ્યો અને સવારે તે મહાત્મા મારે ઘેર પધારશે એમ જાણી હર્ષઘેલા થઈ જરી વગેરેની અનેક કિંમતી સાડીઓ પોતાના મકાનમાં પાથરી દીધી. જેથી મહાત્માના પગ નીચે ન પડે.
૨૦૨