________________
બ્ર. શ્રી મણિબેન હરમાનભાઈ પટેલ
અગાસ આશ્રમ પરમકૃપાળુદેવની પ્રતિમાનું અગાસ આશ્રમમાં આગમન
,
છે
જક
પરમકૃપાળુદેવની પ્રતિમા એ પ્રભુનુ સાક્ષાત્ સ્વરૂપ પરમ કૃપાળુદેવની મૂર્તિ મુમ્બઈથી ખુલ્લી બોગીમાં આવેલી ત્યારે સ્ટેશન ઉપરથી વાજતે ગાજતે બેંડવાજા સાથે આશ્રમમાં લાવ્યા હતા. તે વખતે પ્રભુશ્રીજી પણ સામે લેવા ગયા હતા.
- સાધુ જ નહીં ભગવાન છો પ્રભુશ્રી અગાસ સ્ટેશન ઉપર ખુરશી ઉપર બેઠા હતા. તે વખતે એક મુમુક્ષુભાઈ ફુલનો મોટો કરંડીયો લઈને આવ્યો અને પ્રભુશ્રીના ઉપર ઠાલવી દીધો. પ્રભુશ્રી કહે “આવું ન કરાય અમે તો સાધુ છીએ.' ત્યારે તે ભાઈ કહે સાધુ જ નહીં ભગવાન છો. ભગવાન ઉપર બધુંયે થાય.
દ્રવ્ય અને ભાવથી અસંગદશા પ્રભુશ્રીજી નાસિકથી આવ્યા પછી પોતાની રૂમમાં શરીર ઉપર કપડું રાખતા નહીં. દિગંબર અવસ્થામાં રહેતા. કોઈ દર્શન કરવા આવે ત્યારે કપડું શરીર ઉપર ઓઢાડે.
૨૦૧