________________
પ.પૂ.પ્રભુશ્રીજી આબુમાઉંટમાં સિરોહીના રાજાના મકાનમાં બિરાજમાના
T
પો
,
,
,,
24 જે ઉs . , જે.
પ્રભુશ્રીજીની કરેલ સાચા મને ભક્તિ સવારે પ.પૂ.પ્રભુશ્રીજી ત્યાં પધાર્યા. મકાનમાં દાખલ થતાંજ તેમના ચરણકમળ થાળીમાં મુકાવી પ્રક્ષાલન કર્યું, અને તે ચરણામૃતનું આચમન કરી ગઈ. પછી કેસર ઘોળી વાટકામાં રાખેલ, તે કેસરના વસ્ત્ર ઉપર પગલાં પડાવ્યા. પછી પ.પૂ. પ્રભુશ્રીજી બિરાજમાન થયા ત્યારે આરતી ઉતારી ઘણો આદર સત્કાર કર્યો. ૫.પૂ.પ્રભુશ્રીજીએ પણ બોઘમાં જણાવ્યું કે હે પ્રભુ! ભવોભવનું દુઃખ જતું રહે એવું સત્ સાધન આપીએ છીએ. તે વીસ દુહા વગેરેની ભક્તિ કરવી. બધું ઠીક થઈ રહેશે વગેરે ઉપદેશ આપી પાછા ફર્યા.
સાચી ભક્તિનું શીઘ્ર ફળા પ.પૂ.પ્રભુશ્રીજી પ્રત્યેની સાચી ભક્તિનું શું ફળ આવ્યું કે તેનો પતિ રાજા જે બીજી સ્ત્રી ઉપર આસક્ત હતો; તે સ્ત્રીએ રાજાને જાકારો આપ્યો. તેથી તે રાજા ઘણા વખતે ફરીથી ઘેર આવ્યો. જેથી રાણી આનંદ પામી ૫.પૂ.પ્રભુશ્રીજી પાસે આવી કહેવા લાગી કે રાજાજી આવી ગયા, મારું દુ:ખ મટી ગયું. ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ તેને કહ્યું કે ગાંડી! રાજા આવે તોય શું અને ન આવે તોય શું. ખરું દુઃખ તો આ જન્મમરણનું છે. તે ભવોભવનું દુઃખ દૂર કરવા આ “હે પ્રભુ” વગેરે સત્ સાથન આપ્યું છે તેને આરાઘજે; આમાં તારું કલ્યાણ છે.
૨૦૩