________________
શ્રી જ્ઞાનચંદ્ર ઇન્દ્રચંદ્ર નાહટા
મુંબઈ
(એમના પુત્રી સીતાબેને જણાવેલ પ્રસંગ
અહીં તો વિજ્ઞાન છે, દૈવિકજ્ઞાન હિંદુસ્તાનમાં છે
શ્રી જ્ઞાનચંદ્ર નાહટા પેરિસમાં હતા ત્યારે તેમને સ્વપ્ના આવે. સ્વપ્નમાં પોતાના શરીરના હાડકા દેખાય અને જાણે હું મરી ગયો છું એમ થાય. બીજે દિવસે પણ સ્વપ્નમાં એ જ પ્રમાણે દેખાયું, એમ ત્રણ દિવસ થયું, તેથી ત્યાંના માનસિક ડૉકટરને પુછ્યું ત્યારે એણે કહ્યું મોટા ડૉકટર આવવાના છે તેમને બતાવજો. પણ તેણે એવી એક વાત કરી કે અહીં તો વિજ્ઞાન છે પણ દૈવિકશાન નથી. દૈવિકશાન જોઈતું હોય તો ઈન્ડિયા જાઓ. શ્રી હીરાભાઈ દર વર્ષે ઈન્ડિયા જાય છે, અને કોઈ સંત મહાત્માનો સત્સંગ કરે છે, તેમને મળો. પછી નાહટાજી હીરાભાઈને મળ્યા અને બધી વાતચીત થઈ. પછી અહીં અગાસ આશ્રમમાં આવવાનું બન્યું ત્યારે બધી વાતની જાણ થઈ. આશ્રમમાં નાહટાજી પ્રભુશ્રીજીને મળવા ગયા ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું : સ્વપ્ના જોયા? નાહટાને આશ્ચર્ય થયું અને કહ્યું “ હા જોયા છે. ત્યારે પ્રભુશ્રીજીએ જણાવ્યું કે અમે જ બતાવ્યા છે. તમે અનેક સર્પોને માર્યા છે? ત્યારે નાહટાએ કહ્યું - હા. એ બહાર ફરવા જાય ત્યાં સર્પનો શિકાર કરે. નાહટાજી કહે મને આપે આવા સ્વપ્ના દેખાયા તેનું શું કારણ ?
શ્રી જ્ઞાનચંદ્ર નાહટા
નકે જતાં બચાવી અમે ઋણમુક્ત થયા
પ્રભુશ્રી કહે – તમારું અમારા ઉપર ૠણ છે. તે પતાવવું છે, તમે અમને ચોથા ભવે એક પુસ્તક આપ્યું હતું. તેનાથી અમારા આત્માનું હિત થયું હતું. તે ઋન્ન પતાવવા તમને આવા સ્વપ્ના દેખાડ્યા; નહિં તો તમે નરકે જાઓ. પછી ઘણો બોધ કર્યો જેથી નાહટાજીનું મન શાંત થયું અને પ્રભુશ્રી પ્રત્યે અતૂટ શ્રદ્ધા પ્રગટી.
૧૯૩