________________
શ્રી સદ્ગણાબેન જ્ઞાનચંદ્ર નાહટા
મુંબઈ
આત્માને મરણ છે જ નહીં આબુ માઉન્ટ ઉપર સનસેટ પોઈન્ટ તરફ એક દિવસ પ્રભુશ્રીજીની ઠેલણવાડી ગઈ. નજીકમાં એક બહેન પોતાના બે બાળકોને લઈ રહેતી હતી. તે બાળકો પ્રભશ્રીજીની ગાડી જોઈ દોડી આવ્યા. પ્રભુશ્રીજીએ તેમને અલૌકિક દર્શન આપ્યા. પ્રભુશ્રી તેમને ભગવાનરૂપે દેખાયા. તે જોઈ તેમને આનંદ આનંદ થઈ ગયો. તેમની મા પણ પાછળ પાછળ આવી. તેને પ્રભુશ્રીજીએ કહ્યું આ નાનો છોકરો છે તેને અમદાવાદ તારા ભાઈને ત્યાં મૂક અને ભણાવ. અને તું અગાસ આશ્રમમાં એક નાની ઓરડી લઈને ત્યાં રહે. તે કહે મારી પાસે પૈસા નથી. અમારી સ્થિતિ ગરીબ છે. પ્રભુશ્રીજીએ કહ્યું તારો ભાઈ અમદાવાદમાં પ્રેસનું કામ કરે છે તે તું માંગે તો પચાસેક રૂપિયાની મદદ ન કરે? જરૂર કરશે. છોકરાને અમદાવાદ મૂકી આઠેક દિવસ ત્યાં રહેજે. અને આ બે પત્ર આપું છું તે દરરોજ ફેરવજે. આત્માને મરણ છે જ નહીં. ઇત્યાદિ બોઘ તે બાઈને પ્રભુશ્રીજીએ તે વખતે આપ્યો. પછી પ્રભુના કહ્યા મુજબ બાળકને અમદાવાદ લઈ જઈ નિશાળમાં દાખલ કર્યો. બે ચાર દિવસમાં જ તે બાળક બીમાર પડ્યો અને તેનો દેહ છૂટી ગયો. પત્રાદિ પ્રભુશ્રીજીએ આપ્યા હતા તે મરણના વિયોગના દુ:ખમાં તેને આશ્ચર્યકારક સહાયરૂપ થઈ પડ્યા.
,
I
if
આજે જ હું તો સંતના દર્શન કરવા જઈશ
શ્રી રણછોડભાઈ નારવાળા એકવાર મુંબઈ આવેલા. તેમને મુંબઈમાં ઘાટકોપર એક ભાઈને ત્યાં મુમુક્ષુઓ સાથે ભાવપૂર્વક ભક્તિ કરી અને પ.પૂ.પ્રભુશ્રીજીના માહાભ્યની અદ્ભુત વાતો કરી. તે સાંભળી શંકરભાઈ નામના વ્યક્તિને પ્રભુશ્રીજીના દર્શન કરવાની તીવ્ર ભાવના જાગી. તેમણે પોતાની પત્નીને કહ્યું કે આજે જ હું તો સંતના દર્શન કરવા જઈશ. તું રોકીશ તો પણ જઈશ. રવાના થઈ રાત્રે અગાસ પહોંચ્યા ત્યારે આશ્રમનો “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો બંધ હતો. દરવાજો ઠોક્યો પણ કોઈ ખોલે નહીં. પછી જે થવાનું હોય તે થાય એમ વિચારી ભક્તામર બોલતા ત્યાં જ બેસી રહ્યા.
પ્રભુદર્શનથી અનહદ ક્રોધ સ્વભાવ પણ શાંત
પ્રભુશ્રીજીના જ્ઞાનમાં જણાયું. તેમણે દરવાજો ખોલવા સૂચના કરી. પ્રભુશ્રીના દર્શન કરતાં જ તેને અપૂર્વ ઉલ્લાસ આવ્યો અને તેમના પગે વળગી પ્રભુનો અંગૂઠો ચૂસવા લાગ્યો. પ્રભુએ પણ ભક્તના ભાવ જોઈ તેમ કરવા દીધું. તે ભાઈનો ક્રોઘ અનહદ હતો. તેથી પ્રભુને કહ્યું મને કંઈ આપો. ત્યારે
પ્રભુશ્રીજીએ કહ્યું : તું કંઈ ભક્તિ વગેરે કરે તેવો છે નહીં. ત્યારે તે કહે મને તો કંઈ ગમ પડતી નથી. પછી પ્રભુશ્રીજીએ તેમનો ચિત્રપટ કોઈ ભાઈ પાડીને લાવેલા તે તેમની પાસે પડેલો તે સ્વહસ્તે તેને આપ્યો. મુંબઈ આવ્યા પછી તેમના સ્વભાવમાં આવેલો ફેરફાર જોઈ તેમનાં પત્ની ચકિત થઈ ગયાં. તેઓ હવે શાંત બની ગયા હતા.
શ્રી સગુણાબેન
૧૯૪