________________
જીવને ગડમથલ થાય છે, પણ આત્મા છે શ્રી રસિકભાઈ જણાવે છે –
અમુક સંસારી કષ્ટોમાંથી હું પસાર થતો હતો. મારું મન બહું મૂંઝાયેલું રહેતું. મને પણ આત્મા છે કે નહીં, તે પ્રશ્નનો ખુલાસો દર્શન શાસ્ત્રમાંથી કે સાયકોલોજીમાંથી મળતો નહીં અને એની મૂંઝવણ પણ થતી. એવા એક પ્રસંગે અગાસ હીરાભાઈની પ્રેરણાથી જઈ પહોંચ્યો. ત્યારે શ્રી લઘુરાજસ્વામી દેશના દેતા હતા તે સભામંડપમાં જઈને બેઠો. શ્રી લઘુરાજસ્વામીની દ્રષ્ટિ ફરતાં ફરતાં મારા તરફ વળી, મારી દ્રષ્ટિ સાથે જોડાઈ અને તે સાથે જ “આત્મા છે.” ફરી થોડીક ક્ષણો પછી એનું એ જ થયું અને સ્વામીજીએ કહ્યું “જીવને ગડમથલ બહુ થાય છે, પણ આત્મા છે.” આની આ પ્રક્રિયા એકાદવાર ફરી થઈ અને હું પણ મુગ્ધ થઈ તેમાં તલ્લીન થઈ ગયો. આની મારા પર શી અસર થઈ કે મારી શ્રદ્ધા કેટલી વઘી કે આત્માની મને પ્રતીતિ થઈ એવું કશું હું કહી શકું તેમ નથી. પણ ‘આત્મા નથી' એમ અનેકવાર વૈજ્ઞાનિક તર્કબુદ્ધિ સાબિત કરતી હોવા છતાં એ વાત ત્યાર પછી ચિત્તમાં જમતી નથી.....હં હીરાભાઈને કહેતો કે જો મને આત્મજ્ઞાન ઉગશે તો આ બીજમાંથી જ ઉગશે. હીરાભાઈની શ્રદ્ધા પ્રમાણે તો શ્રી લઘુરાજ સ્વામીએ મને વીંધી દીધો હતો. અમારે તો લિફ્ટ જોઈએ તમારા નમસ્કાર નહીં
પૂ. પ્રભુશ્રીજીના પગમાં વા આવવાથી દાદરા ચઢવામાં મુશ્કેલી જોઈને શ્રી હીરાભાઈ ઝવેરીને વિચાર આવ્યો કે ઉપર જવા માટે લિફ્ટ બનાવવી જોઈએ. તે માટે નવું ભણીને આવેલા શ્રી રમણભાઈ એન્જિનીયરને બધી વાત કરી. અને અગાસ આશ્રમમાં આવવા જણાવ્યું. ત્યારે શ્રી રમણભાઈ કહે, ભલે હું બનાવી આપીશ. તેને માટે અગાસ આશ્રમ આવીશ, પણ ત્યાં તમારા મહારાજને હું નમું નહીં હોં! ત્યારે શ્રી હીરાભાઈએ કહ્યું અમારે તો લિફ્ટ બનાવવી છે. તમે નમસ્કાર કરો ન કરો એથી અમને કંઈ નિબંદ નથી. પછી તે રમણભાઈ, હીરાભાઈ સાથે અગાસ આશ્રમમાં આવ્યા. અને લિફ્ટ બનાવવા માટેની જગ્યા જોવા ઉપર ગયા. ત્યાં અનાયાસે પૂ.પ્રભુશ્રીજીના દર્શન થતાં તેમના ભાવ ફરી ગયા અને પૂ.પ્રભુશ્રીજીના ચરણમાં ઢળી પડ્યા, સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યા.
શ્રી હીરાભાઈ
૧૯૨